ISO 9001:2015 Certificate: ઊંઝા નગરપાલિકાને મળ્યું ISO 9001:2015 પ્રમાણપત્ર, ISO સર્ટિફિકેટ મેળવનારી બની ઉત્તર ગુજરાતની પ્રથમ નગરપાલિકા
મહેસાણાની ઉંઝા નગરપાલિકા આઇએસઓ સર્ટિફિકેટ મળ્યું છે. નગર પાલીકાને આ માર્ક મળવાથી વહીવટ પારદર્શક બનશે તેમ જ કર્મચારીઓનું મનોબળ વધશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઊંઝા નગર પાલિકાએ ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ ISO સર્ટિફાઇડ પાલિકા બનતાં શહેરનું ગૌરવ વધ્યું છે. ઊંઝા નગર પાલિકાને 6 નવેમ્બર 2023 ના રોજ આ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું હતું.
જાહેર ફરિયાદોનો નિકાલ, જન્મ-મૃત્યુના પ્રમાણપત્રોનું સંચાલન અને સંકલિત વિકાસ અને સ્વચ્છતા બાબતે સુચારુ સંચાલન થશે.
ISO (ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર સ્ટાન્ડર્ડાઈઝેશન ) એ એક સ્વતંત્ર સંસ્થા છે જેમાં વિશ્વભરના લગભગ 160 દેશો સભ્યપદ ધરાવે છે.
આ સંસ્થા વ્યવસાયો દ્વારા પ્રદાન કરવામાં આવતા ઉત્પાદનો અને સેવાઓની ગુણવત્તા, સલામતી અને કાર્યક્ષમતા તપાસે છે અને તેમને પ્રમાણપત્રો (ગુણવત્તા ધોરણો) જારી કરે છે.