Mursi:ઇથોપિયાની આ જનજાતિ જ્યાં લગ્ન થતાં જ મહિલાઓને કાપવા પડે છે કાન અને હોઠ
ઇથોપિયાના મુર્સી જનજાતિમાં એક ખૂબ જ ખતરનાક રિવાજ છે, જ્યાં લગ્ન પછી મહિલાઓને પોતાના કાન અને હોઠ કાપી નાખવા પડે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇથોપિયામાં મુર્સી જાતિની મહિલાઓ તેમના હોઠ અને કાન કાપી નાખે છે કારણ કે એવું માનવામાં આવે છે કે તેનાથી બાળકો જન્મવાની તેમની ક્ષમતા વધે છે.
મુર્સી જનજાતિની મહિલાઓ માત્ર 12થી 16 વર્ષની ઉંમરે લગ્ન કરે છે. મુરસી જનજાતિના પુરુષોનું માનવું છે કે હોઠ અને કાન કાપવાથી મહિલાઓ કદરૂપી દેખાય છે. આ કારણે કોઈ તેમની સામે નજર ખરાબ કરશે નહી.
મુર્સી મહિલાઓના હોઠમાં એક ગોળ પ્લેટ નાખવામાં આવે છે. મુર્સી જનજાતિની મહિલાઓ માટે બનાવવામાં આવેલા આ નિયમની માનવીય પાસાઓના આધારે અલગ-અલગ દેશોમાં ટીકા કરવામાં આવે છે.
હાલમાં ઇથોપિયામાં મુર્સી જાતિની સંખ્યા માત્ર 10 હજાર છે. ઇથોપિયાના મુર્સી જાતિના પુરુષો માને છે કે મહિલાઓ પર અત્યાચાર કરવો યોગ્ય છે. એવું માનવામાં આવે છે કે તે પુરુષત્વની નિશાની છે.