Odisha Train Accident: ભંયકર રેલ દુર્ઘટના, કોઇના હાથ તો કોઇનું કપાયું માથુ, કરૂણાજનક દ્રશ્યો સર્જાયા
Coromandel Express Derail: 2 જૂને ઓડિશાના બાલાસોરમાં બહાનાગા રેલવે સ્ટેશન પાસે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288 લોકોના મોત થયા છે અને 900થી વધુ લોકો ઘાયલ થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેલ્વે અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના ત્રણ ટ્રેનો એટલે કે ગુડ્સ ટ્રેન, કોરોમંડલ એક્સપ્રેસ અને હાવડા એક્સપ્રેસની ટક્કરથી થઈ હતી.
ઓડિશાના બાલાસોરમાં દુર્ઘટના બાદ રેલવે દ્વારા મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ગંભીર રીતે ઘાયલ લોકોને 2 લાખ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય પ્રધાનમંત્રી રાહત ફંડને પણ મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય આપવાનું કહેવામાં આવ્યું છે.
ટ્રેન અકસ્માતમાં ઘાયલ થયેલા ઘણા લોકોને ગોપાલપુર, ખંટાપાડા આરોગ્ય કેન્દ્રોમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતને કારણે બાલાસોરથી ભુવનેશ્વર સુધીની હોસ્પિટલો ઘાયલોથી ભરેલી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મમતા બેનર્જી, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, નવીન પટનાયક સહિત અનેક નેતાઓએ ટ્રેન દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુ છે.
ઓડિશામાં ટ્રેન દુર્ઘટના બાદ ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે અને ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. આ સાથે રાજ્ય સરકારે એક દિવસના રાષ્ટ્રીય શોકનો પણ આદેશ આપ્યો છે.
બાલાસોર ટ્રેન શુક્રવારે સાંજે 7 વાગ્યાની આસપાસ બની હતી. માહિતી અનુસાર, સૌ પ્રથમ, બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને બીજા ટ્રેક પર ઝડપથી આગળ વધી રહેલી કોરોમંડલ એક્સપ્રેસ સાથે અથડાઈ. કોરોમંડલ એક્સપ્રેસ બીજી બાજુથી આવતી માલગાડી સાથે અથડાઈ હતી.