Odisha Train Accident: બાલાસોર ભયંકર ટ્રેન દુર્ઘટનાની હૃદય વલોવી દેતી તસવીરો
ઓડિશાના બાલાસોરમાં, 2 જૂને સાંજે 7.30 વાગ્યે, 3 ટ્રેનોનો ભંયકર અકસ્માત સર્જાયો હતો. છેલ્લા 12 કલાકથી સતત બચાવ કામગીરી ચાલી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓડિશાના બાલાસોરમાં સૌથી મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઇ છે. જેમાં ત્રણ ટ્રેન ટકરાતા અત્યાર સુધીમાં 288 લોકોના મોત થયા છે.
હાવડા એક્સપ્રેસ, કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો. અકસ્માત એટલો ભંયકર હતો કે, ઘટના સ્થળે ચીખપુકાર મચી ગઇ હતી.
ભીષણ ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 900થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. કેન્દ્રીય રેલવે મંત્રીએ આપ્યા તપાસના આદેશ આપ્યાં છે.
રેલ મંત્રાલયે મૃતકોના પરિવારને 10 લાખની સહાયની જાહેરાત કરી છે. ગંભીર ઈજાગ્રસ્તોને બે લાખ અને સામાન્ય ઈજાગ્રસ્તોને 50 હજારનું વળતર આપશે
ટ્રેન દુર્ઘટનાને લઈને ભાજપે દેશભરના આજના તમામ કાર્યક્રમો રદ કર્યાં છે. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીએ ટ્વીટરના માધ્યમથી વ્યક્ત કર્યુ દુઃખ