PM Modi at France: PM મોદીએ મેક્રોની પત્નીને આપી આ અનોખી ભેટ તો ફ્રાંસિસી રાષ્ટ્રપતિએ આપી આ યાદગાર તસવીર
પીએમ મોદી ફ્રાંસના પ્રવાસે છે. PM મોદીની મુલાકાતનો આ છેલ્લો દિવસ હતો. આ દરમિયાન બંને સમકક્ષો વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ. પીએમ મોદીએ ફ્રાન્સમાં ભારતીય ભેટ પણ આપી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમની મુલાકાતના છેલ્લા દિવસે PM મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોનને ચંદનનો સિતાર આપ્યો છે. જે સિતારની પ્રતિકૃતિ શુદ્ધ ચંદનથી બનેલી છે.
તેનો એક ભાગ દેશના રાષ્ટ્રીય પક્ષી મોર સાથે દર્શાવવામાં આવ્યો છે. જેમાં ભવ્ય કોતરણી નજરે પડે છે.
PM મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોનની પત્ની અને પ્રથમ મહિલા બ્રિજિટ મેક્રોનને ચંદનના બોક્સમાં સિલ્કની સાડી પણ આપી હતી. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, આ સાડી ભારતના તેલંગાણાના પોચમપલ્લી શહેરમાંથી પોચમપલ્લી સિલ્ક ઈકટ ફેબ્રિકમાંથી બનેલી છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને વડાપ્રધાન મોદીને 1916માં લીધેલા ફોટોગ્રાફની ફ્રેમવાળી પ્રતિકૃતિ ભેટમાં આપી હતી. તસવીરમાં એક પેરિસિયન શીખ અધિકારીને ફૂલ અર્પણ કરતો જોવા મળે છે.
આ ઉપરાંત, વડા પ્રધાન રાષ્ટ્રીય દિવસની ઉજવણી માટે આયોજિત બેસ્ટિલ ડે પરેડમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વિશેષ અતિથિ તરીકે જોડાયા હતા. આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિએ PM મોદીને ઘણી અનોખી ભેટ આપી હતી.
ત્યાં સમગ્ર પરેડ દરમિયાન મેક્રોન મોદીને પરંપરાગત પરેડની વિશેષતાઓ વિશે જણાવતા જોવા મળ્યા હતા
સમારોહમાં ભારતની ત્રણેય સેનાઓની ટુકડીએ પરેડમાં ભાગ લઈને દેશનું ગૌરવ વધાર્યું હતું. આ અવસર પર ભારતીય વાયુસેના (IAF) ના રાફેલ ફાઈટર એરક્રાફ્ટે પણ ફ્રેન્ચ ફાઈટર જેટ્સ સાથે 'ફ્લાયપાસ્ટ'માં ભાગ લીધો હતો.
વડાપ્રધાન મોદીએ સ્ટેજની સામેથી પસાર થતી વખતે ભારતીય ટુકડીને સલામી આપી હતી. જ્યાં તેઓ મેક્રોન અને અન્ય મહાનુભાવો સાથે બેઠા હતા