Navneet Rana Profile: જેલમાં જનાર સાંસદ નવનીત કૌર રાણાની ફિલ્મોથી લઈને રાજનીતિ સુધીની સફર...
Navneet Rana profile: મુંબઈના અમરાવતીથી સાંસદ નવનીત રાણા હાલ મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા વિવાદને લઈને હેડલાઈનમાં છે. નવનીતે સીએમ ઉદ્ધવ ઠાકરેના ઘરે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું જાહેર કર્યું હતું. જે બાદ મોટો હંગામો થયો હતો અને પોલીસે નવનીત કૌર અને તેમના ધારાસભ્ય પતિની ધરપકડ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજનીતિમાં મોટા-મોટા નેતાઓને ચેલેન્જ આપનાર નવનીત કૌર પણ એક મોડલ અને એક્ટ્રેસ હતી. એક સમય હતો જ્યારે નવનીતે મોડલિંગથી લઈને ફિલ્મી પડદા સુધી પોતાની સુંદરતાનો જલવો બતાવ્યો હતો.
નવનીત કૌર રાણાનો જન્મ મુંબઈમાં પંજાબી પરિવારમાં થયો હતો. નવનીતના પિતા સૈન્ય અધિકારી હતા. સ્કૂલનું શિક્ષણ પુરુ કર્યા બાદ નવનીતે મોડલિંગની દુનિયામાં પગ મુક્યો હતો અને 6 મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું હતું.
ત્યાર બાદ નવનીત કૌરે ફિલ્મોમાં કામ કર્યું હતું. નવનીતે હિંદી, તેલુગુ, કન્નડ, મલયાલમ અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યું હતું અને ઘણી લોકચાહના મેળવી હતી.
નવનીત કૌરે 3 ફેબ્રુઆરી 2011માં રવિ રાણા સાથે લગ્ન કર્યા હતા. હાલ આ કપલ એક પુત્રી અને એક પુત્રનાં માતા-પિતા છે.
નવનીત કૌરે ફિલ્મો છોડીને રાજનીતિની દુનિયામાં પગ મુક્યો હતો. વર્ષ 2014માં એનસીપીની ટિકીટથી અમરાવતી સીટ પરથી લોકસભાની ચૂંટણી લડી હતી. પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો.
આ હાર પછી ફરીથી 2019માં નવનીત કૌરે અપક્ષ ઉમેદવારી નોંધાવી લોકસભાની ચૂંટણી લડી હતી અને શિવસેનાના દિગ્ગજ નેતા આનંદ અડસુલને હરાવ્યા હતા.
નવનીત કૌરના પતિ રવિ રાણાની વાત કરીએ તો તેમણે મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારના બડનેરાથી ત્રણ વખત અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટણી જીતી છે. આ સાથે રવિ રાણા યુવા સ્વાભિમાન નામની પાર્ટી પણ ચલાવે છે. તેઓ પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસના નજીકના માણસ ગણાય છે.
આ પહેલાં નવનીત રાણા ઉપર શિવસેનાના પૂર્વ સાંસદ આનંદરાવ અડસુલે બનાવટી પ્રમાણપત્રથી લોકસભા ચૂંટણી લડવાનો આરોપ લગાવ્યો હતો.
આ આરોપ બાદ બોમ્બે હાઈકોર્ટે જૂન 2021માં નવનીત રાણાનું પ્રમાણ પત્ર રદ્દ કર્યું હતું અને બે લાખનો દંડ પણ ફટકાર્યો હતો. જો કે પછી સુપ્રિમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવી હતી.