Sunrisers Hyderabad IPL 2022: નિકિતાથી લઇને નૂપુર સુધી, સ્ટેડિયમમાં ટીમનો ઉત્સાહ વધારવા પહોંચે છે હૈદરાબાદના પ્લેયર્સની આ પાર્ટનર્સ
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે શનિવારે તેની સતત પાંચમી જીત નોંધાવી હતી. હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને 9 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર પહોંચી ગઈ છે. હૈદરાબાદની મેચ જોવા માટે ભારતીય કે વિદેશી ખેલાડીઓની પત્ની કે ગર્લફ્રેન્ડ હાજર રહેતી હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસન 2015થી સારા રહીમને ડેટ કરી રહ્યો છે. બંનેએ હજુ લગ્ન કર્યા નથી, પરંતુ તેઓ માતા-પિતા બની ગયા છે. સારાએ ડિસેમ્બર 2020માં દીકરીને જન્મ આપ્યો હતો. સારા વ્યવસાયે નર્સ રહી છે.
સનરાઇઝર્સ ટીમના ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે એન્જિનિયર નુપુર નાગર સાથે લગ્ન કર્યા. નુપુર નોઈડામાં એક MNCમાં કામ કરે છે. બંને બાળપણના મિત્રો છે.
ટીમના સ્ટાર બેટ્સમેન અને સાઉથ આફ્રિકાના ખેલાડી એડન માર્કરામે હજુ સુધી લગ્ન કર્યા નથી. માર્કરામની ગર્લફ્રેન્ડ નિકોલે ડેનિયલ ઓ'કોનોર છે. બંને લગભગ 9 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.
વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર નિકોલસ પૂરને કેથરિના મિગુએલ સાથે લગ્ન કર્યા છે. રિપોર્ટ્સ અનુસાર, બંને બાળપણના મિત્રો છે. પૂરન અને મિગુએલે જૂન 2021માં લગ્ન કર્યા હતા. બંને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.
ઓલરાઉન્ડર શ્રેયસ ગોપાલે નિકિતા શિવ સાથે લગ્ન કર્યા છે. નિકિતા વ્યવસાયે એક બિઝનેસવુમન છે.
All Photo Credit: Instagram and Twitter.