6 વર્ષ સુધી પોતાની જાતને ઓરડીમાં બંધ કરનારા ત્રણેય ભાઈ-બહેન છે ઉચ્ચ શિક્ષિત, જાણો શું કર્યો છે અભ્યાસ ?
સૌથી મહત્વની વાત તો તે છે કે આ ત્રણેય ભાઈ-બહેને ઉચ્ચ અભ્યાસ કર્યો છે. ભાઈ-બહેને LLB, બી.કોમ અને સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે. તેમ છતાં તેમને પોતાની જાતને 6 વર્ષ સુધી પુરી રાખ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાનસિક સ્થિતિ ખરાબ હોવાને કારણે ત્રણેય ભાઈ-બહેને પોતાની જાતને એક ઓરડીમાં બંધ કરી હતી. સાથી સેવા ગ્રુપ દ્વારા ઓરડીનો દરવાજો તોડી ત્રણેયને બહાર કાઢ્યા હતા.
માનસિક સ્થિતિ ખરાબ હોવાને કારણે એક બહેન અને બે ભાઈઓએ પોતાની જાતને એક ઓરડીમાં પૂર્યા હતા.
રાજકોટ: 6 વર્ષ સુધી કોઈ પોતાની જાતને એક ઓરડીમાં કેવી રીતે બંધ રાખી શકે ? આવો જ એક ચોંકાવનારો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટમાં ત્રણ ભાઈ-બહેનોએ 6 વર્ષ સુધી એક ઓરડીમાં પોતાની જીંદગી કેદ કરી હતી.
જે ઓરડીમાં પોતાની જાતને કેદ કરી ત્યાં ન તો બેસવાની જગ્યા છે ન તો સુવાની કોઈ સારી વ્યવસ્થા. તેમની પાસે પહેરવા માટે સારા કપડા પણ નથી. તેમ છતાં આ સ્થળ પર આ ભાઈ-બહેનોને પોતાની જાતને 6 વર્ષ સુધી કેદ કરી હતી. સાર્થી સેવા ગ્રુપે આ ત્રણેય ભાઈ-બહેનોને બહાર કાઢ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -