Gujarat Rain: ઉપલેટાના તલંગણામાં 15 ઈંચ વરસાદથી ગામ બેટમાં ફેરવાયું, તસવીરો જોઈ હચમચી જશો
રાજકોટ: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લામાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટના ઉપલેટામાં આભ ફાટ્યું છે. ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉપલેટા તાલુકાના લાઠ અને તલંગણા ગામમાં અંદાજે 15 ઈંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર ગામ બેટમાં ફેરવાયું છે.
તલંગણા ગામમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.
આ ગામના અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે ધોધમાર વરસાદના કારણે સમગ્ર ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે.
રાજકોટના ઉપલેટા અને ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે.
ધોધમાર વરસાદના કારણે ઉપલેટા તાલુકાના તલંગણા, લાઠ અને મોટી પાનેલી બેટમાં ફેરવાયા છે.
ભારે વરસાદના કારણે અહીં રસ્તાઓ પર કમર સુધીના પાણી ભરાઈ ગયા છે.
સમગ્ર ગામમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે.
ભારે વરસાદના કારણે ગામમાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. વહેલી સવારથી જ ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.