Rajkot: રાજકોટના ધોરાજીમાં ખાડાઓનું સામ્રાજ્ય, પ્રથમ વરસાદમાં જ રોડ ધોવાયા, લોકો ત્રાહિમામ
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પ્રથમ વરસાદમાં જ રોડ ધોવાઈ ગયા છે. ધોરાજી ખાડા નગરી બની ગયું છે. રોડ રસ્તાઓ ખરાબ હોવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ જિલ્લાના ધોરાજીમાં દર ચોમાસામાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે. ધોરાજીમાં પ્રથમ વરસાદે જ જ્યાં જોવો ત્યાં ખાડાઓ જોવા મળી રહ્યા છે ત્યારે ધોરાજીના પોસ્ટ ઓફિસ રોડ, જમનાવડ રોડ જૂનાગઢ રોડ સહિત વિસ્તાર માં ઠેર-ઠેર ખાડાઓ છે.
ખાડાઓ ને કારણે વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં તકલીફ પડે છે. મસમોટા ખાડાને કારણે વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
નગરપાલિકા દ્વારા માત્ર મોરમ કપચી નાખી સંતોષ માનવા માં આવી રહ્યો છે ત્યારે ચોમાસુ આવતા જ મોરમ ધોવાઈ જતા ફરી બે ફૂટના ખાડા પડી જાય છે.
દર વર્ષે આજ પ્રકારની પરિસ્થિતિ ને લઈ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે ખાડાઓને કારણે અવાર નવાર અકસ્માત સર્જાય છે વાહનોમાં નુકસાન થાય છે.
સમગ્ર ધોરાજી શહેરમાં જ્યાં જુઓ ત્યા રસ્તાઓ પર મોટો ખાડા જોવા મળી રહ્યા છે.