International Yoga Day: Rajkotમાં યોગ દિવસે મહિલાઓએ કર્યા એક્વા યોગ, જાણો શું છે તેના લાભ
21 જૂનના રોજ સમગ્ર દેશભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં અલગ-અલગ 27 જેટલાં સ્થળોએ યોગા કરવામાં આવ્યા.. આજે રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટમાં કેટલીક મહિલાઓએ એકવા યોગ કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્વા યોગ એ ખાસ તો યોગ થેરપીના ભાગરૂપે કરવામાં આવે છે. જે લોકો ઈજાઓને લીધે કે અન્ય બીમારીઓને કારણે જમીન પર યોગ નથી કરી શકતા, તેમને માટે પાણીમાં યોગ એક વિકલ્પ છે.
આ રીતે યોગ કરવાથી થાક અને કંટાળો પાણીમાં જતાં જ દૂર થાય છે. તમારું શરીર હવે હળવું બની જાય છે. એ સાંધાઓની, ખાસ કરીને ઢીંચણ, ખભા, બાહુઓ(આર્મ્સ)ની ફ્લેક્સિબિલિટી સુધારે છે કેમ કે તેમની પર પ્રેશર આવતું નથી.
આ યોગ શરીરમાંથી સ્ટ્રેસ,થાક અને ટેન્શન દૂર કરે છે. પાણીમાં લાંબો સમય રહેવાથી મસલ્સ રિલેક્સ થવાથી ઊંઘમાં સુધારો થાય છે.
એક વાર યોગ થઈ જાય પછી પાણીમાંથી બહાર આવીને રેસ્ટ કરવો જોઈએ