Gujarat Elections 2022: Rajkot માં કેજરીવાલે કર્યો ડોર ટુ ડોર પ્રચાર, જમાવ્યો ચૂંટણી માહોલ જુઓ તસવીરો
અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યા બાદ રાજકોટના થોરાળા વિસ્તારમાં મધ્યમ વર્ગ મહિલાઓ સાથે વાતચીત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્હીની સરકાર જે કામગીરી કરી રહી છે તેને લઈ અરવિંદ કેજરીવાલે મહિલાઓ સાથે વાતચીત કરી હતી.
રાજકોટમાં લોકોના ઘરે જઈને અરવિંદ કેજરીવાલ લોકોને મળ્યા હતા. લોકોને મળીને ગેરંટી કાર્ડ આપવામાં આવ્યા હતા.
રોજગારી અને મફત વીજળીના ગેરંટી કાર્ડ આપવામાં આવ્યા છે. આ વિસ્તારના કોર્પોરેટર વશરામ સાગઠીયા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા.
થોરાળા વિસ્તારમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતની પરંપરા મુજબ માથે કળશ લઈ અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરી વાલે મહિલાઓ સાથે ખાસ વાતચીત કરી અને તેમના પ્રશ્નો પણ જાણ્યા હતા.
રાજકોટમાં અરવિંદ કેજરીવાલના ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન થોડા વિસ્તારમાં કેજરીવાલનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું.
કેજરીવાલે કહ્યું, આપણી પાસે સમય ઓછો છે. હું આપ સૌને કહેવા માંગુ છુ કે, બધા પોતપોતાની રીતે આમ આદમી પાર્ટીનો પ્રચાર કરો; ખાસ કરીને સોશિયલ મીડિયામાં પૂરજોશથી પ્રચાર કરો.