Rajkot: રાજકોટ ફૂડ શાખા દ્વારા અલગ-અલગ જગ્યાઓ પર દરોડા, વાસી ફૂડના જથ્થાનો નાશ કરાયો, જુઓ તસવીરો
રાજકોટ: રાજકોટ મનપાની ફૂડ શાખા ફૂડ સેફટી ઓન વ્હીલ્સ વાન સાથે આજે શહેરમાં અલગ-અલગ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરી 14 દુકાનદારોને ત્યાં દરોડા પાડી 17 કિલો વાસી ફૂડનો નાશ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ શહેરમાં વાસી અને અખાદ્ય ખોરાક પર મનપાના ફૂડ વિભાગના દરોડા યથાવત છે.
3 ડેરીમાંથી શંકાસ્પદ પનીર મળી આવતા નમુના લેવામાં આવ્યા છે. સોરઠીયા વાડીમાં આવેલી અજેન્દ્ર ડેરી,લાતી પ્લોટમાં આવેલા ફોર્ચ્યુન મિલ્ક પ્રોડક્ટ્સ અને 150 ફૂટ રીંગરોડ પર આવેલી શ્રી રામ ડેરીમાંથી શંકાસ્પદ પનીર મળી આવતા ફૂડ વિભાગ દ્વારા નમુના લેવામાં આવ્યા છે.
ચુનારાવાડ વિસ્તારમાં આવેલી મહાદેવ ડેરીમાંથી 10 કિલો વાસી મીઠાઈ અને જ્યુસ મળી આવતા સ્થળ પર નાશ કરાયો હતો.
મહાનગરપાલિકા દ્વારા પનીરના જથ્થા પકડાયા બાદ સતત કાર્યવાહી ચાલુ છે.
રાજકોટ મનપની ફૂડ શાખા દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ચેકિંગ હાથ ધરીને અખાદ્ય ફૂડના જથ્થાનો નાશ કરવામાં આવે છે. ઘણી વખતે દંડ પણ ફટકારવામાં આવતો હોય છે.
રાજકોટ શહેરમાં અલગ-અલગ ટીમો બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.