ગીર સોમનાથમાં સરકારી અનાજ બારોબાર વેચી મારવાનું કૌભાંડ; ઘઉં, ચોખા અને ચણાનો જથ્થો ઝડપાયો
gujarati.abplive.com
Updated at:
10 Aug 2023 11:45 AM (IST)

1
સુત્રાપાડા તાલુકાના પ્રાચી નજીક આવેલ ટીંબડી ગામે ગેરકાયદે 50 કિલોનો અનાજનો જથ્થો ઝડપાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
વેરાવળ ડેપ્યુટી ક્લેક્ટરની ટીમે બાતમીના આધારે ભાગ્યલક્ષ્મી સિડ્સ નામના ગેરકાયદે ચાલતા કારખાના પર દરોડા પાડ્યા હતા.

3
આ દરોડામાં 643 કટા એટલે કે 50 કિલોના બાચકા સરકારી માર્કા અને સરકારી સિલાય વાળા ઘઉં, ચોખા અને ચણાનો જથ્થો ઝડપાયો છે. સાથે જ કારખાનાનો સંચાલક પણ સ્થળ પરથી મળી આવ્યો હતો.
4
આ સરકારી અનાજના ગોડાઉનમાંથી સીધો બારોબાર જથ્થો સગેવગે હોવાની આશંકા છે. જેથી તમામ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.