અર્પણા યાદવથી માંડીને અદિતિ સિંઘ સુધી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં આ 5 મહિલા નેતા છે ખૂબ ચર્ચામાં
ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી ચૂંટણી માહોલમાં મહિલા નેતાઓ સતત ચર્ચામાં રહે છે. આ નેતાઓમાં મુલાયમ સિંહ યાદવની નાની વહુ અપર્ણા સિંહથી લઈને સ્વામી પ્રસાદ મૌર્યની દીકરી સંઘમિત્રાના નામનો સમાવેશ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંઘમિત્રા મૌર્ય જ્યારથી તેમના પિતા અને પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય ભાજપ છોડીને સપામાં જોડાયા છે ત્યારથી તે ચર્ચામાં છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, કદાચ સંઘમિત્રા પણ ભાજપમાંથી રાજીનામું આપી શકે છે. અત્યાર સુધી આવું થયું નથી પરંતુ તેણે સ્પષ્ટ કહ્યું છે કે, તે તેના પિતા વિરુદ્ધ પ્રચાર નહીં કરે
અપર્ણા યાદવ અચાનક SP છોડીને BJPમાં જોડાઈ ગઈ અને ઘણી ચર્ચામાં રહી. એવું માનવામાં આવતું હતું કે અપર્ણા યાદવને લખનૌ કેન્ટ બેઠક પરથી ભાજપની ટિકિટ મળશે પરંતુ એવું થયું નહીં.
અદિતિ સિંહ પણ સતત ચર્ચામાં છે.તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ છે. તેમના પતિ અંગદ સૈની કોંગ્રેસમાં હતા. કોંગ્રેસે તેમની ટિકિટ કાપી નાખી. અદિતિ પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ પર સતત પ્રહારો કરી રહી છે.
આ ચૂંટણીઓમાં રિયા શાક્યાનું નામ પણ ખૂબ ચર્ચામાં છે.વાસ્તવમાં, બિધુના વિધાનસભા સીટ પરથી તે તેના પિતા વિનય શાક્ય સામે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે.
આ યાદીમાં આગળનું નામ પલ્લવી પટેલનું છે. પલ્લવી યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય સામે સિરાથુ વિધાનસભા સીટ પર સપા ગઠબંધનની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. પલ્લવી કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલની બહેન છે.