Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Surat : કોલેજના પ્રોફેસર ડો. અંકિતા સરપંચ બનતાં લોકોમાં ઉત્સાહનો માહોલ, જુઓ તસવીરો
સુરતઃ મંગળવારે રાજ્યમાં જ્યાં પણ મતદાન થયું હતું તે તમામ ગ્રામ પંચાયતો માટેના પરિણામો એક પછી એક આવી રહ્યા છે. ત્યારે સુરતના ચોર્યાસી તાલુકાના મલગામાંમાં સરપંચ પદે કોલેજના પ્રોફેસરનો વિજય થયો છે. સરપંચ પદે ડો.અંકિતા મેહુલ પટેલ વિજેતા બન્યા છે. ચોર્યાસી તાલુકાના મલગામામાં તેમની ઐતિહાસિક જીત થઈ છે. કોલેજના પ્રોફેર ગામના સરપંચ બન્યા છે. મલગામામાં પહેલી વખત પરિવર્તન થયું છે. માલગામાં ગામને શિક્ષિત સરપંચ મળ્યા છે. પતિ મેહુલ પટેલ પર્યાવર્ણના તજજ્ઞ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમલગામા ગામમાં 20 વર્ષથી એક જ પેનલના સરપંચની જીત થતી હતી. પરંતુ આ વખતે એ પેનલને હરાવી બીજી પેનલે જીત મેળવતા 20 વર્ષ બાદ પરિવર્તન આવ્યું છે. મહિલા પ્રોફેસર અંકિતા પટેલની સરપંચ તરીકે ભવ્ય જીત થઇ છે. પ્રોફેસર અંકિતા પટેલનો સરપંચ તરીકે વિજય થતા તેમના સમર્થકોમાં ઉત્સાહનું મોજું છવાઈ ગયું હતું.
ડો. અંકિતા હાલમાં ડીઆરબી ભાણા કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. આ સાથે મતગણતરી સ્થળ પર વિજેતાઓને વધાવવા માટે ફૂલોના હાર લેવા પણ પડાપડી થઇ હતી.