દક્ષિણ ગુજરાતમાં આભ ફાટતા પૂરનું સંકટ: તાપી, ડાંગ અને નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ
Sourth Gujarat Rain Alert: સોનગઢમાં 8 ઈંચ, જ્યારે વઘઈ, વ્યારા અને વાંસદામાં 7-7 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉચ્છલ, ડોલવણ અને સુબિરમાં 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનદીઓના વધતા જળસ્તરને કારણે ગામડાઓમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ છે. ગોલ અને સરા જેવા ગામોમાં નદીઓના પાણી ફરી વળ્યા છે, અને ખેતરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેને કારણે ખેતી માટે વધુ એકવાર સમસ્યા ઊભી થઈ છે.
સુરત, નવસારી અને તાપી જિલ્લાના અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે, જે લોકોની અવરજવર માટે મુશ્કેલી સર્જી રહ્યાં છે.
મહુવા નજીકની નદીના જળસ્તરમાં વધારો થયો છે, અને મહુવાની ઓલણ નદીની સપાટીમાં પણ વધારો નોંધાયો છે, જેના કારણે મહુવાથી અનાવલને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યાં છે.
સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. વ્યારા અને પદમડુંગળી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
તંત્રએ આગાહી કરી છે કે આગામી બે કલાકમાં દક્ષિણ ગુજરાતની નદીઓના જળસ્તરમાં વધુ વધારો જોવા મળશે.