Gujarat Election 2022: PM મોદીની ઝલક મેળવવા સુરતીઓ જ્યાં જગ્યા મળી ત્યાં ઉભા રહી ગયા, જુઓ તસવીરો
Gujarat Election 2022: સુરતમાં રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા પહેલા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. 28 કિલોમીટરનો રૂટ 8 જેટલી વિધાનસભા બેઠકોને આવરી લેવામાં આવી હતી.

સુરતમાં લોકોનું અભિવાદન ઝીલતાં પીએમ મોદી
1/8
વરાછા પ્રવેશ તરફ સીમાડા નાકા પાસે રૂટ રોડ પર 3 કિમી સુધી બેરિકેટ તૈયાર કરવામાં આવ્યા હતા.
2/8
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરતમાં અનેક જગ્યાએ વિશાળ સાઇઝના કટ આઉટ લગાવવામાં આવ્યા હતા.
3/8
નાના બાળકો પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઝલક નીહાળવા ઉમટી પડ્યા હતા.
4/8
સુરતમાં અનેક જગ્યાએ લોકોને જ્યાં જગ્યા મળી ત્યાં પીએમ મોદીની ઝલક મેળવવા ઉભા રહી ગયા હતા.
5/8
સુરતમાં પ્રધાનમંત્રી મોદી જે રુટ પરથી પસાર થવાના હતા તે રૂટ પર સ્વાગત પોઇન્ટ તૈયાર કરાયા હતા. આ સ્વાગત પોઈન્ટ ખાતે ઢોલ નગારા વગાડીને ઉત્સાહ જેવો માહોલ બનાવવામાં આવ્યો હતો.
6/8
પીએમ મોદીની ઝલક મેળવવા ઉમટેલા લોકોને કાબુમાં રાખવા પોલીસને પણ મહેનત કરવી પડી હતી.
7/8
પ્રધાનમંત્રી મોદીના રોડ શોને મળેલા ભવ્ય પ્રતિસાદને લઈ પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું - થેંક્યુ સુરત
8/8
તમામ તસવીર સૌજન્યઃ @BJP4Gujarat
Published at : 28 Nov 2022 09:00 AM (IST)