Lagnotsav Photos: મહેશ સવાણી બન્યા 4992 દીકરીઓના પિતા, ફરી કરાવ્યા 75 દીકરીઓના ધામધૂમથી લગ્ન, તસવીરો આવી સામે......
Surat News: છેલ્લા 12 વર્ષથી ચાલતો સુરતમાં અનોખો લગ્ન સમારોહ આ વર્ષે પણ યોજાયો છે. સુરતમાં પીપી સવાણી પરિવાર દ્વારા 75 દીકરીઓનો અનોખો લગ્ન સમારોહ યોજાયો હતો,
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાવતર નામની સંસ્થા દ્વારા મહેશ સવાણી દ્વારા ફરી એકવાર દીકરીઓના લાગણીભીનો લગ્ન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં સીઆર પાટીલ સહિતના નેતાઓની હાજરી રહી હતી. ખાસ વાત છે કે, આ લગ્ન સમારોહની સાથે જ મહેશ સવાણી 4992 દીકરીઓના પિતા બન્યા છે.
સુરતમાં ફરી એકવાર સવાણી પરિવાર દ્વારા એક અનોખો લગ્ન સમારોહ યોજાયો હતો. સુરતમાં પી.પી.સવાણી પરિવાર દ્વારા 75 દીકરીઓના અનોખો અને લાગણીભીનો લગ્ન સમારોહ યોજાયો,
આમાં માતા-પિતા વિહોણી દીકરીઓના સમૂહલગ્નમાં લગ્ન કરાવવામાં આવ્યા હતા. આ સમૂહલગ્નોત્સવમાં સીઆર પાટીલ સહિત નેતાઓએ દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે ‘માવતર' નામથી પિતાની છત્રછાયા ગુમાવેલી 75 દીકરીઓના અનોખો અને લાગણીભીનો લગ્ન સમારોહ માવતર યોજાયો હતો, જેમાં 75 દીકરીઓની લાગણીસભર વિદાય અપાઈ હતી.
મંત્રીઓ, મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં આ ખાસ કાર્યકમ આયોજિત કરવામાં આવ્યો હતો. રાજકીય મહાનુભાવો, અધિકારીઓ અને સમાજ અગ્રણીઓના હસ્તે આ દીકરીઓને લગ્ન મંડપમાં કન્યાદાન પણ કરાયુ હતુ.
આ લગ્ન સમારોહમાં એક દીકરીએ નેપાળ તો એકે ઓડિશામાં લગ્ન કર્યા છે. એક નેપાળ અને એક ઓડિશા અને બે દીકરી ઉત્તરપ્રદેશથી દાંમ્પત્યજીવનની શુભ શરૂઆત કરવા સુરત આવી છે.
આ વર્ષે 75 પૈકી 35 દીકરી એવી છે જે અનાથ છે, જેના માતા-પિતા કે ભાઈ પણ નથી. 25 એવી દીકરી છે જેની મોટી બહેન આ પહેલા આ જ લગ્ન મંડપમાં પરણી ચૂકી છે. આમાં બે દીકરીઓ તો મૂકબધિર છે.
આ વર્ષે મહેશ સવાણી 4992 દીકરીના પિતા બન્યા છે. મહેશ સવાણી છેલ્લા 12 વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં, પણ એક પિતા તરીકેની તમામ જવાબદારીઓ નિભાવી રહ્યાં છે.
આમાં માતા-પિતા વિહોણી દીકરીઓના સમૂહલગ્નમાં લગ્ન કરાવવામાં આવ્યા હતા.
એક નેપાળ અને એક ઓડિશા અને બે દીકરી ઉત્તરપ્રદેશથી દાંમ્પત્યજીવનની શુભ શરૂઆત કરવા સુરત આવી છે.
સુરતમાં પીપી સવાણી પરિવાર દ્વારા 75 દીકરીઓનો અનોખો લગ્ન સમારોહ યોજાયો હતો,