Ukai Dam: ભારે વરસાદથી ઉકાઇ ડેમ ભરાયો, નવા નીર આવતા જળસપાટી 310 ફૂટથી ઉપર પહોંચી, તસવીરો...
Ukai Dam News: ગુજરાતમાં પુરજોશમાં વરસાદી સિઝન શરૂ થઇ ગઇ છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં મોટાભાગના ડેમ, જળાશળો, નદી અને નાળા છલકાઇ રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ ગઇ છે.
તાપી નદી ઉપર આવેલા ઉકાઇ ડેમમાં અત્યારે પાણીની આવકમાં વધારો નોંધાયો છે. હાલમાં ઉકાઈ ડેમની જળસપાટી 310.63 ફૂટ પર પહોંચી છે.
દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને તાપી જિલ્લા અને આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાથી ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં જોરદાર વધારો નોંધાયો છે.
ઉકાઈ ડેમની જળસપાટી 310.63 ફૂટ પર પહોંચી છે, અત્યારે ઉકાઈ ડેમમાં 21 હજાર ક્યૂસેક પાણીની આવક નોંધાઇ રહી છે. ડેમમાંથી 600 ક્યૂસેક પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે.
દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં ચોમાસુ સક્રિય થવાના કારણે ડેમમાં છેલ્લા એક સપ્તાહથી સતત પાણીની આવકમાં ધીમે ધીમે વધારો નોંધાઇ રહ્યો હતો.
જોકે, ડેમ ગત વર્ષની સરખામણીએ અત્યારની સપાટી ઓછી છે. હાલની ઉકાઈ ડેમની વાત કરવામાં આવે ઉકાઈ ડેમના ઉપરવાસ એટલે કે, ગુજરાતના ઉપરના ભાગો ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વરસેલા વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે.
ડેમમાં પાણીની આવક વધવાથી આજુબાજુમાં સિંચાઇ અને ઉદ્યોગો માટે પૂરતું પાણી મળી રહેશે.