Surat : મેયર હેમાલી બોઘાવાલાએ કાર ચાલકને ધમકાવ્યો, 'હમણા ગાડી સાઇડમાં કરાવી દઇશ ને તો બધાને બેસાડી દઈશ'
સુરતઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કોરોનાએ ઉથલો માર્યો છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ સુરતમાં છે, ત્યારે સુરતમાં બે દિવસથી એક પછી એક પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. સિટી બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ સાથે જ ગાર્ડનો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે ઘઈ કાલે સુરત શહેરના મેયર કોરોનાને લઇ રસ્તા પર ઉતર્યા હતા. તેમજ કોરોનાના નામે લોકોને ધમકાવ્યા હતા. ત્યારે સુરતના મેયરનો કોર્પોરેશનની ચૂંટણી સમયનો વીડિયો સામે આવ્યો છે, જેમાં મેયર માસ્ક વિના ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકારમાં વધુ સંખ્યામાં જઈ રહેલા લોકોને કોરોનાને લઈ ચેતવ્યા હતા. સોશિયલ ડિસ્ટન્ટ અને ફરજિયાત માસ્ક પહેરવા સૂચન કર્યું હતું. કાર રોકીને મેયર હેમાલી બોઘાવાલાએ કાર ચાલકને પૂછ્યું હતું કે, ક્યાં જવાના? અહીંના છો તો પણ કારમાં આટલા બધા લોકો કેમ છો? આ ગાડીમાં કેટલા બધા ભર્યા છે, હમણા ગાડી સાઇડમાં કરાવી દઇશ ને તો બધાને બેસાડી દઈશ. ફેમિલી હોય તો ફેમિલીને કોરોના ના થાય?
સુરતના મેયરની પહેલ સરાહનીય માનવામાં આવી રહી છે. મેયરે કોરોના કહેરમાં સાવચેત રહેવા અપીલ કરી હતી. મેયર હેમાલી બોઘાવાલાએ લોકોને ચેતવ્યા હતા.
સુરતમાં અઠવા ઝોન રેડ ઝોન મુકવામાં આવ્યો છે. આ ઝોનમાં તમામ દુકાનદારોએ ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવો પડશે. આ ઝોનમાં 87 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે બીજા ક્રમે રાંદેરમાં 52 પોઝિટિવ કેસ નોંધાયા છે.
બુધવાર, 17 માર્ચે સુરત કોર્પોરેશનમાં 315, 16 માર્ચ મંગળવારે સુરત કોર્પોરેશનમાં 263 કેસ, સોમવાર, 15 માર્ચે 240 કેસ નોંધાયા હતા. જ્યારે ગત રવિવાર, 14 માર્ચે 217 કેસ, શનિવાર, 13 માર્ચે 188 કેસ, શુક્રવાર, 12 માર્ચે 183 કેસ, ગુરુવાર, 11 માર્ચે 171 કેસ નોંધાયા હતા. સાત દિવસમાં સુરતમાં 1577 કેસ નોંધાયા હતા.
સુરતના કમિશ્નરના કહેવા મુજબ મહિલાઓમાં પોઝિટિવિટી રેશિયો પહેલા 30 ટકા હતો જે વધીને 45 ટકા થયો છે. અત્યારે કોવિડ 19ના લક્ષણો બદલાયા છે. હાલ ડાયરીયા, માથામાં દુખાવો, નબળાઈ જેવા લક્ષણો જોવા મળ્યા છે. હાલ રસીકરણ વધારે કરી રહ્યા છીએ. 111 સ્થળો પર રસીકરણ ચાલુ છે.