Valsad: ગુંદલાવ હાઈવે પર સુરતથી આવતો ટેમ્પો ડિવાઈડર કૂદીને સ્કોર્પિયો સાથે અથડાયો, બે લોકોનાં મોત
વલસાડના ગુંદલાવ હાઈવે પર આજે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ- મુંબઇ નેશનલ હાઇવે પર પિકઅપ ટેમ્પો અને સ્કોર્પિયો કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે લોકો ઘટના સ્થળે જ મોત થયા હતા. સુરત તરફથી આવી રહેલા ટેમ્પો ચાલકે કાબૂ ગુમાવતા ટેમ્પો ડિવાઇડર કૂદી રોંગ સાઈડ ફંગોળાયો હતો અને મુંબઈ તરફથી આવતી સ્કોર્પિયો ગાડી સાથે ભટકાતાં અકસ્માત સર્જાયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્કોર્પિયોમાંથી ઇન્ડિયન નેવીના સિક્કા મારેલો પાસપોર્ટ મળી આવ્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. જોકે પોલીસે સ્થળ પર પહોંચીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
ઘટનાને પગલે હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો અને આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. પોલીસને જાણ કરાઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને પ્રાથમિક તપાસમાં ટેમ્પોમાંથી વીરજી ઠુંમરનું આધારકાર્ડ મળી આવ્યું હતું, જ્યારે સ્કોર્પિયોમાંથી રામકુમાર ચૌહાણ નામના વ્યક્તિના આધાર કાર્ડ અને પાસપોર્ટ મળી આવ્યા હતા.
પોલીસે બંને વ્યક્તિઓની સાચી ઓળખ અને તેમના પરિવારજનોને જાણ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.