ભાવનાએ કબૂલ્યુઃ જયેશ પટેલ મને છોકરીઓ લાવવાનું કહેતા તેથી હું તેમને લઈ જતી ને પછી........
વડોદરાઃ પારુલ યુનિવર્સિટીમાં નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ કોલેજના સંચાલક ટ્રસ્ટી અને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા અગ્રણી જયેશ કે. પટેલે પોતાના પર બળાત્કાર ગુજાર્યો ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં હોસ્ટેલની રેક્ટર ભાવના ચૌહાણ પણ આરોપી છે. પોલીસે તેની પણ ધરપકડ કરી લીધી છે ત્યારે ભાવના ચૌહાણ કોણ છે અને તેણે પોલીસ સામે શું કબૂલાત કરી તેના પર નાંખો નજર.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાવના ચૌહાણ મહેસાણા જિલ્લાના ઉંઝાની છે. ભાવનાનાં લગ્ન થયાં હતાં પણ છૂટાછેડા થયેલા છે. તેને સંતાનમાં બે દીકરી છે. ભાવનાને બ્રેસ્ટ કેન્સર થયું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
ભાવના અગાઉ અમદાવાદ ખાતે એક ફાર્માશુટીકલ કંપનીમાં નોકરી કરતી હતી. તે પછી તેણે કોબાના અધ્યાપન મંદિરમાં તથા ત્યારબાદ બેચરાજી નજીકની કોઇ શિક્ષણ સંસ્થામાં ફરજ બજાવી હતી.
ભાવના છેલ્લા એકાદ મહિનાથી પારુલ યુનિવર્સીટીમાં ગર્લ્સ હોસ્ટેલમાં રેકટર તરીકે ફરજ બજાવતી હતી. પારૂલ યુનિવર્સિટીમાં તે કઈ રીતે આવી તે વિશે તેણે ગોળ ગોળ જવાબો આપ્યા હતા.
પોલીસની પૂછપરછમાં ભાવનાએ કબૂલ્યું છે કે, જયેશ પટેલ તેની પાસે યુવતીઓને મોકલવા કહેતા અને હું યુવતીઓને જયેશ પટેલ પાસે લઇ જતી હતી. એ પછી જયેશ પટેલ શું કરતા તેની મને જાણકારી નથી.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ભાવનાએ એ પણ કબૂલ્યું છે કે મારી ભૂલ થઇ ગઇ કે હું આ છોકરીને જયેશ પટેલ પાસે લઇ ગઇ હતી. જયેશ પટેલે મને કહેલું તેથી હું તેને લઈ ગઈ પણ મને પસ્તાવો થાય છે.
ભાવનાએ મીડિયા સાથેની વાતચીતમાં અલગ જ વાત કરી. તેણે એવો દાવો કર્યો કે, આ ઘટના બની ત્યારે હું ત્યાં હતી જ નહીં ને એ છોકરીને હું જયેશ પટેલ પાસે લઈ જ નહોતી ગઈ. હું આખી વાતથી અજાણ છું.
ભાવનાએ કબૂલ્યું કે ફરિયાદ થઇ તેના આગલા દિવસે તેને કહેવામાં આવ્યું હતું કે, તમે જતાં રહો એટલે તે રિકશામાં બસ સ્ટેન્ડ ગઇ. ત્યાંથી બસમાં બેસી ઉંઝા જતી રહી હતી. પછી ત્યાંથી માણસા જતી રહી હતી.