In Photos: બસ અને ટ્રેલરના અકસ્માતમાં 6નાં મોત, પતરું કાપીને લોકોને કઢાયા બહાર
આ અકસ્માતમાં અત્યાર સુધીમાં છ લોકોના મોત થયા છે, જ્યારે 17 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅકસ્માત થયેલી બસ રાજસ્થાનના ભીલવાડાથી બોમ્બે જતી હતી. તે સમયે વડોદારમાં ટ્રેલર સાથે અકસ્માત થયો હતો.
આ અકસ્માતમાં 17 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બસના પતરા કાપીને ઇજાગ્રસ્તોને બહાર કઢીને સારવાર અર્થે લઈ જવાયા હતા.
ઓવરટેક કરતા સમયે ઘઉં ભરેલા ટ્રેલર સાથે બસ અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર મુસાફરોના સ્થળ પર અને બે મુસાફરોનું સારવાર દરમિયાન મોત થયા હતા.
અકસ્માત બાદ બસની આવી હાલત થઈ ગઈ હતી. અકસ્માત બાદ ટ્રેલર ચાલક ફરાર થઈ ગયો હતો. ટ્રેલરમાં ઘઉં ભર્યા હતા.
ક્રેન દ્વારા અકસ્માત ગ્રસ્ત બસને સાઈડમાં કરી વાહન વ્યવહાર સામાન્ય કરાવવામાં આવ્યો હતો.
બસનો નંબર આરજે-03-પીએ-5795 હતો.
અકસ્માત સ્થળની તસવીર.