Photos: 6 ઈંચ વરસાદથી વડોદરા જળબંબાકાર, રસ્તાઓ પર દરિયા જેવો માહોલ
વડોદરા શહેર અને જિલ્લામાં આજે સવારથી સતત વરસાદ ચાલુ રહેતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસવારથી પડેલા વરસાદના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
વડોદરાના છાણી વિસ્તારની દુકાનોમાં પાણી ભરાયા છે. અનેક સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.
વરસાદના કારણે પાણી ભરાતા વડોદરામાં અનેક ઠેકાણે ટ્રાફિક જામ થયોછે. લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે.
વડોદરાના કેટલાક વિસ્તારોમાં 3થી 6 ફૂટ સુધી પાણી ભરાયા છે. સમા રોડ પણ પાણીમાં ગરકાવ થયો છે.
વડોદરામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. રસ્તાઓ પર દરિયા જેવો માહોલ સર્જાયો છે.
છ ઈંચ વરસાદથી વડોદરા જળમગ્ન થયું છે. શહેરના અનેક કોમ્પલેક્સ પાણીમાં ગરકાવ થયા છે.
GIDCના કર્મચારીઓને ઘરે પહોંચી જવા પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત મૂશળધાર વરસાદથી ઈમર્જન્સી કંટ્રોલ નંબર જાહેર કરવામાં આવ્યો છે.
વડોદરામાં SDRF, NDRFની ટીમ સ્ટેંડબાય રાખવામાં આવી છે. આણંદ, વડોદરા માટે હજુ આજનો દિવસ ભારે છે.