Vadodara News: વડોદરા - અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ઓઇલ ભરેલું ટેન્કર પલટ્યું, 2 કિલોમીટરનો લાગ્યો ટ્રાફિક જામ
વડોદરા - અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ઓઇલ ભરીને જતું ટેન્કર ઊંધું વળી જતાં હાઇવે પર ઓઇલ જ ઓઇલ જોવા મળતું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેના કારણે 2 કિલોમીટરનો ટ્રાફિક જામ લાગ્યો હતો. હજુ સુધી ટ્રાફિક પોલીસ ન પહોંચતા ટ્રાફિક જામ થયો છે.
અનેક વાહનો રોંગ સાઈડ પરત આવી નેશનલ હાઇવેથી અમદાવાદ તરફ જઈ રહ્યા છે.
ઓઈલ ટેન્કર પલટી જતાં હાઈવે પર ઓઈલમય બની ગયો હતો. કોઈ વાહન દુર્ઘટના ન બને તે માટે વાહન ચાલકો ઉભા રહી ગયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ કાચું ખાવાનું તેલ રિફાઈન્ડ માટે સુરતથી નીકળીને અમદાવાદ તરફ જતું હતું. તે સમયે આ દુર્ઘટના બની હતી. કાચું ખાવાનું તેલ ઓઇલની ટેન્કરમાંથી બહાર રોડ ઉપર પડતા 400 મીટર જેટલો રોડ આખો તેલવાળો થઈ ગયો હતો
નજીકના લોકોને આ ઘટનાની જાણ થતા કારબા અને ડબ્બાઓ લઈને દોડી ગયા હતા તેમજ ટેન્કરમાંથી પડતું હોય તેલ લીધું હતું.