Navratri 2021 : વડોદરામાં છઠ્ઠા નોરતાની ધૂમ, યુવા હૈયુ ટ્રેડિશનલ લૂકમાં ગરબે રમવા નીકળ્યુ, જુઓ તસવીરો.......
વડોદરાઃ નવરાત્રી 2021ના છ દિવસ વીતી ગયા છે, છઠ્ઠા નોરતે રાજ્યભરમાં ઠેકઠેકાણે નવરાત્રીની ધૂમ જોવા મળી, આ બધાની વચ્ચે વડોદરામાં પાર્ટી પ્લૉટમાં પણ ગરબાનો રંગ જામ્યો. મહિલાઓ અને છોકરીઓ ટ્રેડિશનલ લૂકમાં માતાજીના ગરબા રમતા દેખાઇ. જુઓ સુંદર તસવીરો.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના નવ શક્તિ ગરબામાં યુવા હૈયાએ તાલથી તાલ મીલાવીને કોરોના કાળ બાદ ફરી એકવાર ગરબાની રમઝટ જમાવી. અહીં યુવતીઓ પારંપરિક પોશાકમાં ગરબા રમતી દેખાઇ.
લાંબા કોરોના કાળ બાદ ફરી એકવાર મહિલાઓ અને યુવતીઓ ઘરેથી બહાર નીકળીને આનંદ કરતી દેખાઇ. છેલ્લા બે વર્ષથી નવરાત્રીના કેટલાક રિસ્ટ્રીક્શનો હતા જેના કારણે ગરબાનો આનંદ ન હતો લઇ શકાતો.
છોકરીઓના સાથે સાથે છોકરાઓ પણ આ વખતે નોરતાની રમઝટ રમાવી રહ્યાં છે, છોકરાઓ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં તાલથી તાલ મિલાવી રહ્યાં છે.
વળી, મહિલાઓ આ વખતે માતાજીના ગરબાને વધુ રોમાંચક બનાવવા માટે ગૃપ ગરબા પણ કર્યો. મહિલાઓ ગોળ ગોળ ફૂંદરડી ફરીને માતાજીના ગરબા રમતી દેખાઇ.