PI દેસાઈએ મોતને ઘાટ ઉતારી એ સ્વીટી હતી બહુ ખુશમિજાજ, જુઓ તસવીરોમાં સ્વીટીનો જીંદગી જીવવાનો અંદાજ
વડોદરાના ચકચારી સ્વીટી પટેલ કેસમાં અંતે સ્વીટીના લિવ-ઈન પાર્ટનર પોલીસ ઈન્સ્પેક્ટર (પીઆઈ) અજય દેસાઈએ જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. પીઆઈ અજય દેસાઈએ આખરે 49 દિવસ પછી કબૂલ્યું હતું કે, તેણે જ ગળેટૂંપો દઈને પોતાની સાથે રહેતી સ્વીટી પટેલની હત્યા કરી હતી. સ્વિટી અને અજય દેસાઇ વચ્ચે લગ્ન બાબતે ઝગડો થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ હત્યા પછી લાશને સગેવગે કરવામાં અને પુરાવાનો નાશ કરવામાં પીઆઈ અજય દેસાઈએ પોતાના મિત્ર અને કોંગ્રેસના નેતા કિરીટસિંહ જાડેજાની મદદ લીધી હતી. કિરીટસિંહ જાડેજાએ પોલીસ તપાસમાં દેસાઈનાં કરતૂતોનો ભાંડો ફોડ્યો હતો. કિરીટસિંહ સામે પણ પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. કિરીટસિંહની મદદથી પી.આઈ. અજય દેસાઈએ લાશને સળગાવીને પુરાવાનો નાશ કરવા પ્રયત્ન કર્યો હતો. સ્વિટીની લાશને સળગાવવા માટે અજય દેસાઈએ જે કાર વાપરી હતી તે કાર સ્વિટીના બર્થ ડે પર જ ખરીદી હતી.અજય દેસાઈએ હત્યાના ગુનામાં વાપરેલી કાર જીપ કંપાસ) બીજાના નામે લીધી હતી અને આ કાર અજય દેસાઈ પોતે વાપરતો હતો. સ્વીટીના જન્મદિવસે આ કાર ખરીદાઇ હતી અને હત્યા કરવામાં અજય દેસાઈએ કાર ઉપયોગમાં લીધી હતી.
પોલીસને મળેલી માહિતી પ્રમાણે 2015માં અજય અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા હતા ત્યારે એક સામાજીક કાર્યક્રમમાં આણંદની સ્વિટી દેસાઈ મળી હતી. અજય દેસાઈ એ વખતે પરીણિત હતા ને સ્વિટી પણ પરીણિત હતી છતાં બંને વચ્ચે સંબંધ બંધાયા હતા. સ્વિટી અજયથી 5 વર્ષ મોટી હતી.
અજય દેસાઈના 2013માં લગ્ન થયાં હતાં. એ પછી તેમના છૂટાછેડા થયા તેથી સ્વિટી સાથેનો સંબંધ વધુ ગાઢ બન્યો હતો. સ્વિટી પણ પરણેલી હતી પણ બંનેના સંબધો ચાલુ હતા.
મૂળ આણંદની સ્વિટીના પહેલાં લગ્ન લવમેરેજ હતાં. દરમિયાનમાં બે સંતાનો પછી પતિને પ્રેમ થતાં સ્વિટીએ છૂટાછેડા આપ્યા હતા. દરમિયાનમાં સ્વિટીના બીજા લગ્ન અમેરિકા થયાં અને પણ આ લગ્ન પણ ના ટકતાં છૂટાછેડા થતાં પાછી ફરી પછી અજય દેસાઈ સાથે 2015ની ફરી સંબંધ બંધાયા હતા.
અજય અને સ્વિટી બંને આઝાદ થઈ જતાં બંને લિવ-ઈનમાં રહેતા હતા અને રૂપાલ પાસે મંદિરમાં ફૂલહારવિધી કરી ગાંધર્વવિવાહ કર્યા હતા.
2017માં અજયે પરિવાર-સમાજના દબાણથી બીજા લગ્ન કરતાં પત્ની વડોદરા રહેવા આવી હતી. અજય સમય ઓછો આપતો હોવાથી સ્વિટી સાથે ઝઘડા શરૂ થયા હતા. સ્વિટી અને અજય વર્ષોથી લિવ-ઈનમાં રહેતા હોવાની જાણ અજયના પરિવારને નહોતી.