કોણ છે કેદારનાથમાં પ્રેમીને પ્રપોઝ કરનાર યુવતી? યુટ્યુબથી દર મહિને કમાય છે લાખો રૂપિયા
રાઇડર ગર્લ વિશાખા તરીકે ઓળખાતી આ યુવતી મહારાષ્ટ્રના મુંબઈની રહેવાસી છે, જેણે કેદારનાથ મંદિરની સામે પોતાના બોયફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને યુટ્યુબર છે. વિશાખા એક ભારતીય મહિલા બાઇકર અને રાઇડર છે.
વિશાખા ભારતની પ્રથમ મહિલા મોટો બ્લોગર છે જે તેની બાઇક પર દેશભરમાં પ્રવાસ કરે છે. બાય ધ વે મોટાભાગના લોકો રાઇડર ગર્લ વિશાખાને રાઇડર ગર્લના નામથી ઓળખે છે. પરંતુ તેમનું આખું નામ વિશાખા ફુલસુંજ છે.
રાયડર ગર્લ વિશાખાનો જન્મ 3 નવેમ્બર 1993ના રોજ મુંબઈમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો.
રાઇડર ગર્લ વિશાખાના પિતાનું નામ ધનરાજ ફુલસુંગે અને માતાનું નામ મોહિની ફુલસુંગે છે. વિશાખાને પવન ફુલસુંગે નામનો ભાઈ છે.
વિશાખાની યુટ્યુબ ચેનલ રાઇડરગર્લ વિશાખાના નામથી છે. આ ચેનલ વેરીફાઇડ છે અને તેના 1.07 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે.