Akshardham Temple New Jersey: વિશ્વનું બીજું સૌથી મોટું હિન્દુ મંદિર યુએસએમાં 8 ઓક્ટોબરે ખુલશે, જુઓ ખૂબસૂરત તસવીરો
રોબિન્સવિલે, ન્યુ જર્સી, યુએસએમાં આવેલું BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર, જે ભારત બહાર વિશ્વનું બીજું સૌથી મોટું હિન્દુ મંદિર હોવાનું કહેવાય છે, તેના ભવ્ય ઉદઘાટન માટે તૈયાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મંદિરનું ઉદ્ઘાટન 8મી ઓક્ટોબરે થશે અને તે સામાન્ય જનતા માટે ખુલ્લું મુકવામાં આવશે.
અક્ષરધામ મંદિરનો અર્પણ સમારોહ 30 સપ્ટેમ્બરથી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ચાલી રહ્યો છે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વભરના રાજ્યોના વડાઓ અને નેતાઓએ આ અવસર પર શુભેચ્છાઓ પાઠવી છે.
શ્રી સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર ન્યુ જર્સી, યુએસએમાં 12,500 સ્વયંસેવકો દ્વારા 12 વર્ષમાં બનાવવામાં આવ્યું હતું અને તેનું નિર્માણ કાર્ય 2011 થી 2023 દરમિયાન થયું હતું.
BAPS સ્વામિનારાયણ અક્ષરધામનો 10 દિવસનો ભવ્ય અર્પણ સમારોહ 8 ઓક્ટોબરે પૂર્ણ થશે અને આ દિવસે મંદિરનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવશે.
વર્ષ 2005માં નવી દિલ્હીમાં વિશાળ અક્ષરધામ મંદિર બનાવવામાં આવ્યું હતું, જેને જોવા માટે દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે. આ વર્ષે G20 સમિટ દરમિયાન બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે અહીં પહોંચ્યા હતા.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે આને કલા, સંસ્કૃતિ અને સ્થાપત્ય ક્ષેત્રે સીમાચિહ્નરૂપ ગણાવી ખુશી વ્યક્ત કરી છે અને અમેરિકાને અભિનંદન પાઠવ્યા છે.
ન્યુ જર્સીમાં આવેલ અક્ષરધામ વૈશ્વિક સ્તરે આવું ત્રીજું સાંસ્કૃતિક સંકુલ છે. BAPS સ્વામિનારાયણ અક્ષરધામને હિન્દુ કલા, સ્થાપત્ય અને સંસ્કૃતિનું સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે.
વિશ્વનું પ્રથમ અક્ષરધામ મંદિર વર્ષ 1992 માં ભારતમાં ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં બનાવવામાં આવ્યું હતું.
તાજેતરમાં, 29 સપ્ટેમ્બર 2023ના રોજ લખેલા એક પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 ઓક્ટોબરે ન્યૂ જર્સીમાં અક્ષરધામના ઉદ્ઘાટન સમારોહ અંગે ખુશી વ્યક્ત કરી હતી.
આ મંદિરની બાહ્ય અને આંતરિક સુંદરતા જોવા લાયક છે અને લોકો તેને જોઈને દંગ રહી જાય છે.
આ મંદિરનો દરેક ખૂણો સુંદરતાથી ભરેલો છે.
મંદિરના સ્તંભો પર સુંદર મોઝેક કરવામાં આવ્યું છે.
મંદિરમાં રોશની સાથે રંગોનો સુંદર સમન્વય જોવા મળે છે.
સૂર્યના કિરણો વચ્ચે આ મંદિર ખૂબ જ સુંદર લાગે છે.
રોબિન્સવિલે, ન્યુ જર્સીમાં અક્ષરધામ મહામંદિરનો ઉદ્ઘાટન સમારોહ એ વિશ્વભરના વિશાળ સંખ્યામાં ભક્તો માટે ગહન આધ્યાત્મિક મહત્વનો પ્રસંગ છે.