Trending: પોતાની જ બિલાડીને કાચીને કાચી ખાઇ ગઇ મહિલા, હેવાનિયતની હદ પાર...
Trending: અમેરિકાનું ઓહાયો શહેર આ દિવસોમાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે. જ્યાં એક મહિલાએ પોતાની જ પાલતુ બિલાડી સાથે એવું ક્રૂર કામ કર્યું કે તમારુ હ્રદય કંપી ઉઠશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિલાડી એક નિર્દોષ અને ખૂબ જ સુંદર પ્રાણી છે. માણસોની વચ્ચે રહેતું આ પ્રાણી લોકોને પ્રેમ કરે છે અને તેમની સાથે સુમેળમાં રહે છે. જ્યારે માનવીઓ તેમના પ્રત્યે ક્રૂરતા આચરે છે ત્યારે તે દુઃખદાયક છે.
આ વિચિત્ર કિસ્સામાં મહિલાએ પહેલા તો બિલાડીને પાગ તોડીને તેને મોતને ઘાટ ઉતારી દીધી, બાદમાં તેને કાચીને કાચી ખાવા લાગી હતી.
જ્યારે પાડોશીઓએ તેને આવું કરતા જોઇ તો તેઓએ પોલીસને જાણ કરી. માહિતી મળતાં જ પોલીસ ત્યાં પહોંચી, તેમણે તેને બિલાડીને કાચી ખાવા સાથે રંગે હાથે પકડી લીધી હતી.
આ ઘટના ઓગસ્ટ મહિનામાં બની હતી જે હવે પ્રકાશમાં આવી છે. હાલમાં મહિલા કાઉન્ટી જેલમાં બંધ છે અને હવે તેને સજા કરવામાં આવી છે.
ઘટના અંગે પોલીસે જણાવ્યું કે પહેલા મહિલાએ બિલાડીના માથા પર પગ મૂકીને તેને મારી નાખી, પછી તેના પગ તોડી નાખ્યા અને તેને કાચીને કાચી ખાવા લાગી હતી.
પોલીસે એ પણ જણાવ્યું કે જ્યારે અમે ઘટનાસ્થળે પહોંચ્યા તો મહિલા બિલાડીના લોહીથી લથપથ હતી. તેની બાજુમાં એક મૃત બિલાડી પડી હતી. કોર્ટે મહિલાને અઢી વર્ષની કેદની સજા ફટકારી છે.