Ayeza Khan ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનારી પાકિસ્તાનની સેલિબ્રિટી બની
આયેઝા ખાન પાકિસ્તાનની સુંદર એક્ટ્રેસમાં સામેલ છે. એક્ટિંગની સાથે એક્ટ્રેસ પોતાની સુંદરતા મામલે પણ ચર્ચામાં રહે છે. પાકિસ્તાનમાં બીજી ઘણી સુંદરીઓ છે, પરંતુ એક મામલામાં આયેઝા ખાને બીજા બધાને માત આપી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆયેઝાને ઈન્સ્ટાગ્રામ પર એટલા બધા લોકો ફોલો કરે છે કે તે પાકિસ્તાનની સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતી સેલિબ્રિટી બની ગઈ છે.
આયેઝાએ પાકિસ્તાનના ટોપ સેલેબ્સ માહિરા ખાન, સબા કમર, ફવાદ ખાન જેવા સ્ટાર્સને પણ ફેન ફોલોઈંગના મામલે માત આપી છે.
આયેઝા ખાનના ઇન્સ્ટાગ્રામ પર 12 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે માહિરા ખાનને 9.4 મિલિયન, સબા કમરને 5.4 અને ફવાદ ખાનને માત્ર 1.4 મિલિયન લોકો ફોલો કરે છે.
આયેઝા 18 વર્ષથી એક્ટિંગ ફિલ્ડમાં એક્ટિવ છે અને ઘણી સિરિયલોમાં જોવા મળી છે. 'મેરે પાસ તુમ હો' માં મહવિશની ભૂમિકા માટે તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
આયેઝાએ દાનિશ તૈમુર સાથે લગ્ન કર્યા છે.આયેઝા ખાન બે બાળકોની માતા છે. આયેઝા ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.