Hindu Temple: UAEમાં BAPS મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર, એક દિવસમાં 65 હજારથી વધુ લોકોએ કર્યા દર્શન
મુસ્લિમ દેશ યુએઇમાં પ્રથમ હિંદુ મંદિર BAPSમાં એક જ દિવસમાં 65 હજારથી વધુ ભક્તોએ દર્શન કર્યા હતા. મળતી જાણકારી અનુસાર, 3 માર્ચના રોજ સવારે 40,000 અને સાંજે 25,000 એમ કુલ 65,000 થી વધુ ભક્તોએ મંદિરના દર્શન કર્યા હતા. આ ભવ્ય-દિવ્ય મંદિરને નિહાળીને મુલાકાતીઓએ અપૂર્વ શાંતિ અને ધન્યતાનો અનુભવ કર્યો હતો. નોંધનીય છે કે 14 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીના પવિત્ર દિવસે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને વડાપ્રધાન મોદીના હસ્તે મંદિરનુ ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે પણ મંદિરમાં દર્શન કર્યા હતા. તેમણે લગભગ ત્રણ કલાક જેટલો સમય મંદિરમાં વિતાવ્યો હતો.
મહત્ત્વની વાત એ છે કે, આટલી મોટી સંખ્યામાં ભીડ હોવા છતાં મંદિરમાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા નહોતી સર્જાઈ નહોતી.
અબુ ધાબીના સુમંત રાયે જણાવ્યું હતું કે “હજારો લોકોની ઉપસ્થિતિ વચ્ચે આવી શિસ્ત અને વ્યવસ્થા મેં હજી સુધી નિહાળી નથી. મને ચિંતા હતી કે મારે કલાકો સુધી રાહ જોવી પડશે અને હું શાંતિથી દર્શન નહિ કરી શકું, પરંતુ અમને અદભૂત દર્શન થયા. BAPSના સ્વયંસેવકો અને મંદિરના સ્ટાફને ખુબ ધન્યવાદ.”
લંડનના પ્રવિણા શાહે BAPS હિંદુ મંદિર, અબુ ધાબીની તેમની પ્રથમ મુલાકાત વિશે જણાવ્યું હતું કે “હજારોની જનમેદનીમાં પણ મારી શારીરિક તકલીફને ધ્યાનમાં રાખીને મંદિર સ્ટાફે જે રીતે મારી કાળજી લીધી, તે અનોખું હતું. આટલા મોટા દર્શનાર્થી સમૂહને એક સ્થળેથી બીજે સ્થળે જે રીતે શાંતિથી, વ્યવસ્થિત રીતે લઈ જવામાં આવી રહ્યા હતા, તે મેં નિહાળ્યું.”
સૌ દર્શનાર્થીઓએ મંદિરમાં દર્શન અને પ્રાર્થના વ્યક્ત કરી શકવાનો આનંદ અને સંતોષ અનુભવ્યો હતો, તેમાં પણ આરતી અને ભગવાનની મૂર્તિ પર જળાભિષેકની વિધિ દરમિયાન અનેક દર્શનાર્થીઓ ભાવાર્દ્ર થઇ ગયા હતા. મંદિરના અભૂતપૂર્વ સ્થાપત્યને નિહાળીને અનેક અચંબિત હતા.
મંદિરમાં ઉમટી પડેલાં દર્શનાર્થીઓને કારણે અનેરા ઉત્સવનો માહોલ સર્જાઈ ગયો હતો. મંદિરના દર્શન કરવાની ઉત્સુકતાથી સભર એવા આ હજારો લોકો ખૂબ દૂર-દૂરથી આવ્યા હતા અને સૌ કોઈને મંદિરના દર્શનથી અનેરી શાંતિ અને આનંદની અનુભૂતિ થઇ હતી.
મેક્સિકોના લુઇસે જણાવ્યું હતું કે “મંદિરનું સ્થાપત્ય અને પત્થરોમાં કંડારાયેલી ઝીણામાં ઝીણી વિગતો અદભૂત છે! ભારતના સાંસ્કૃતિક વારસાની પ્રસ્તુતિની હું ખરેખર પ્રશંસા કરું છું. હું લોકોને કહીશ, ‘અહીં આવો’