Beautiful Politician : અતિ સુંદર છે આ 7 મહિલા રાજનેતાઓ જે સંભાળે છે દેશની કમાન
સન્ના મારિન સન્ના મારિન ફિનલેન્ડના વડાપ્રધાન છે. તે 2019માં ફિનલેન્ડના વડાપ્રધાન તરીકે ચૂંટાઈ હતી. સના ફિનલેન્ડની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી (SDP)ની સભ્ય છે. તે 2015 થી ફિનલેન્ડની સંસદ સભ્ય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાથી ફ્રેડરિક્સન મેટ્ટે ફ્રેડરિક્સન ડેનિશ રાજકારણી છે. તે જૂન 2019થી ડેનમાર્કના વડાપ્રધાન છે. મેટ્ટે ફ્રેડરિકસેન ડેનિશ ઈતિહાસમાં વડાપ્રધાન પદ સંભાળનાર બીજી મહિલા અને સૌથી યુવા વડાપ્રધાન પણ છે. ડિસેમ્બર 2021માં તે યુરોપિયન યુનિયનમાં સરકારના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મહિલા વડા બન્યા હતાં.
ઝુઝાના કેપુટોવા ઝુઝાના કેપુટોવા સ્લોવેકિયન રાજકારણી, વકીલ અને પર્યાવરણીય કાર્યકર છે. તે સ્લોવાકિયાના પાંચમા રાષ્ટ્રપતિ છે. તેમની આ પદ પર 15 જૂન 2019ના રોજ નિમણૂક કરવામાં આવી હતી. કેપુટોવા રાષ્ટ્રપતિ પદ સંભાળનાર પ્રથમ મહિલા છે.
કાજા કલ્લાસ કાજા કલ્લાસ એસ્ટોનિયાના વડાપ્રધાન છે. તેમને 2021માં વડાપ્રધાન પદ મળ્યું હતું. કેલાસ 2018થી રિફોર્મ પાર્ટીના નેતા છે. તે 2011 થી 2014 અને 2019 થી 2021 વચ્ચે સંસદ સભ્ય બની હતી. કેલાસે 2014 અને 2018 વચ્ચે યુરોપિયન સંસદના સભ્ય તરીકે સેવા આપી છે.
મૈયા સાંડુ માયા સેન્ડુ મોલ્ડોવાના રાજકારણી છે. તે 24 ડિસેમ્બર 2020 થી મોલ્ડોવાના રાષ્ટ્રપતિ છે. તે પાર્ટી ઓફ એક્શન એન્ડ સોલિડેરિટી (PAS)ના ભૂતપૂર્વ નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન પણ છે.
કેટરીન જેકોબ્સડોટીર કેટરીન જેકોબ્સડોટીર એક આઇસલેન્ડિક રાજકારણી છે. કેટરિન 2017થી આઇસલેન્ડના વડાપ્રધાન છે. તેઓ 2007 થી રેકજાવિક નોર્થ માટે સંસદના સભ્ય છે. તેમણે 2003માં રાજનીતિની શરૂઆત કરી હતી.