Brooklyn Beckham and Nicola Peltz Wedding: ફેમસ ફૂટબોલરના પુત્રના અમેરિકન મોડલ સાથે થશે લગ્ન, ખાસ મહેમાનોને અપાયું આમંત્રણ
દિગ્ગજ ફૂટબોલર ડેવિડ બેકહેમનો પુત્ર બ્રુકલિન બેકહામ આજે (9 એપ્રિલ) લગ્નના બંધનમાં બંધાશે. બ્રુકલિન અમેરિકન અભિનેત્રી Nicola Peltz સાથે લગ્ન કરશે. જૂલાઈ 11, 2020ના રોજ બ્રુકલિન અને નિકોલની સગાઈ થઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબ્રુકલિન અને નિકોલાનો લગ્ન સમારોહ ફ્લોરિડાના પામ બીચ સ્થિત હવેલીમાં યોજાશે. આ હવેલીને નિકોલાના બિઝનેસમેન પિતા આર. નેલ્સનનું નામ આપવામાં આવ્યું છે. લગ્ન સમારોહમાં લગભગ 3 મિલિયન યુરોનો ખર્ચ થશે.
ઇવા લોંગોરિયા, અભિનેત્રી અને ફેશન ડિઝાઇનર નિકોલ રિચી, મોડલ ગીગી હદીદ અને ગોર્ડન રામસે લગ્નમાં હાજરી આપે તેવી શક્યતા છે. પ્રિન્સ હેરી અને મેઘન માર્કલ પણ લગ્ન સમારોહમાં હાજરી આપે તેવી ચર્ચા છે.
તેઓના લગ્ન બે વખત થશે. નિકોલાની માતા ક્લાઉડિયા કેથોલિક છે. એવામાં પ્રથમ કેથોલિક રિવાજો અનુસાર લગ્ન થશે ત્યારબાદ નિકોલાના પિતાની ઇચ્છાનુસાર યહુદી રિવાજ અનુસાર લગ્ન થશે.
બ્રુકલિનના પિતા ડેવિડ બેકહેમ, વિક્ટોરિયા બેકહેમ અને તેમના બાળકો લગ્ન માટે પામ બીચ પહોંચ્યા છે.
નિકોલાનો જન્મ 9 જાન્યુઆરી, 1995ના રોજ થયો હતો. તે અમેરિકન ડ્રામા સીરિઝ બેટ્સ મોટેલમાં બ્રેડલી માર્ટિનની ભૂમિકા માટે ફેમસ છે. 2014 માં તેણીએ ટ્રાન્સફોર્મર્સ: એઝ ઓફ એક્સટિન્કશનમાં ટેસા યેઝરની ભૂમિકા ભજવી હતી.
બ્રુકલિન બેકહેમની શેફ અને ફૂટબોલર છે. આ સાથે તેણે મોડલિંગમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે. બ્રુકલિન શરૂઆતમાં જુનિયર સ્તરે ફૂટબોલ રમતો હતો, પરંતુ તે તેના પિતાની જેમ ફૂટબોલમાં નામના મેળવી શક્યો નહીં.