Swaminarayan Temple Dubai: મુસ્લીમ દેશમાં પહેલીવાર બન્યું સ્વામિનારાયણ મંદિર, દુબઈમાં આ તારીખથી ભક્તો કરી શકશે દર્શન
Swaminarayan Temple Dubai: મુસ્લિમ દેશમાં પહેલીવાર સ્વામિનારાયણ મંદિર આકાર લઈ રહ્યું છે. 2018માં મંદિરનો શિલાન્યાસ થયો હતો અને હવે છ વર્ષ બાદ મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમંદિરનું ઉદ્ધઘાટન વૈદિક પરંપરા અનુસાર કરવામાં આવશે. BAPSના વડા મહંત સ્વામી મહારાજની આગેવાનીમાં તમામ વિધિ પૂર્ણ થશે.
અબુધાબીના અબુ મુરેકામાં 2018ની સાલમાં 27 એકર પ્લોટમાં મંદિરનો શિલાન્યાસ થયો હતો.
મંદિરના નિર્માણ માટે રાજસ્થાનથી કેટલાય ટન ગુલાબી પથ્થરો અબુધાબી મોકલવામાં આવ્યા હતા.
બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)નું ભવ્યાતિભવ્ય મંદિર અબુધાબીમાં આકાર લઈ રહ્યું છે. 14 ફેબ્રુઆરી 2024થી ભક્તો સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી શકશે.
BAPS તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે, મંદિરનું ઉદ્ઘાટન વૈદિક રિવાજો પ્રમાણે થશે. મુસ્લિમ દેશમાં સૌથી મોટું હિંદુ મંદિર સ્થાપિત થતાં આ દિવસને એકતાના ઉત્સવ તરીકે ઉજવવામાં આવશે. અહીં હિંદુ સંસ્કૃતિ, પરંપરા અને કળાનું પ્રદર્શન થશે.
અબુધાબીના અબુ મુરેકામાં 2018ની સાલમાં 27 એકર પ્લોટમાં મંદિરનો શિલાન્યાસ થયો હતો. ત્યારથી જ આ મંદિરે મુસ્લિમો અને ત્યાં વસતા સ્થાનિક ભારતીયો ઉપરાંત વિશ્વભરમાં રહેતા ભારતના લોકોમાં ઉત્કંઠા અને ઉત્સાહ જગાડ્યો છે.
ભારતીય કળા, સંસ્કૃતિ અને મૂલ્યોનું પ્રદર્શન કરતાં આ ઉત્સવમાં સ્થાનિક ભારતીય સમુદાય 15 ફેબ્રુઆરીથી રજિસ્ટ્રેશન કરાવીને ભાગ લઈ શકશે.
ગુલાબી પથ્થરનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલું આ મંદિર જાહેર જનતા માટે ઉદ્ઘાટનના ચાર દિવસ બાદ એટલે કે 18 ફેબ્રુઆરીથી ખુલ્લુ મૂકવામાં આવશે. બીએપીએસના જણાવ્યા અનુસાર, મંદિરનું માળખું ભારતીય પરંપરા અને આધુનિક બાંધકામ પદ્ધતિના સમન્વયથી તૈયાર કરવામાં આવ્યું છે. જેથી આગામી 1000 વર્ષ સુધી આ મંદિર અડીખમ ઊભું રહેશે.