હવે આ દેશમાં ઇ-વીઝા મારફતે જઇ શકશે ભારતીય, જાણો સમગ્ર પ્રક્રિયા

કોઈપણ દેશની મુસાફરી કરવા માટે પાસપોર્ટ અને વીઝા હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. પાસપોર્ટ અને વીઝા વગર કોઈ પણ મુસાફર બીજા દેશમાં મુસાફરી કરી શકતો નથી. ઘણા દેશોમાં વીઝા માટે અલગ અલગ સુવિધાઓ હોય છે. કેટલાક દેશો માટે ઓન અરાઇવલ વીઝા ઉપલબ્ધ છે, જ્યારે કેટલાક દેશો ઇ-વીઝાનો વિકલ્પ પણ પ્રદાન કરે છે. જ્યારે અન્ય દેશો ફક્ત દૂતાવાસ દ્વારા જ વીઝા અરજીઓ સ્વીકારે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રશિયા સાથેના યુદ્ધ પછી યુક્રેને હવે 45 દેશોના નાગરિકો માટે ઇલેક્ટ્રોનિક વીઝા (ઈ-વીઝા) ફરી શરૂ કરી દીધો છે. યુક્રેન ફરીથી પોતાના દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.

વોલોડીમીર ઝેલેન્સકીના આદેશ બાદ દેશના વિદેશ મંત્રાલયે એક નોટિસ જાહેર છે. જે મુજબ, ભૂટાન, ભારત, માલદીવ અને નેપાળ સહિત ઓછામાં ઓછા 45 દેશોના નાગરિકો ઈ-વીઝાની સુવિધા મેળવી શકશે.
હવે પ્રશ્ન એ છે કે ઈ-વીઝા શું છે? ઈ-વિઝા એક ડિજિટલ વીઝા છે. તે કોઈપણ દેશની સરકાર દ્વારા ઓનલાઈન જાહેર કરી શકાય છે. આ કાગળ વીઝાથી અલગ છે.
ઈ-વીઝા માટે નાગરિકોને દૂતાવાસ કે કોન્સ્યુલેટની મુલાકાત લેવાની જરૂર નથી. આ માટે નાગરિકોએ ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે. જો બધા દસ્તાવેજો યોગ્ય હશે તો વીઝા ડિજિટલ ફોર્મેટમાં ઇમેઇલ દ્વારા પ્રાપ્ત થાય છે.
હવે તમે વિચારતા હશો કે પેમેન્ટ કર્યા પછી ઈ-વીઝા જાહેર થવામાં કેટલો સમય લાગે છે? નોંધનીય છે કે જો તમે સામાન્ય વીઝા માટે અરજી કરો છો તો તમને ફક્ત 3 દિવસમાં વીઝા મળી શકે છે. પરંતુ જો તમે ઇમરજન્સીમાં અરજી કરો છો કો આ વીઝા ફક્ત એક જ દિવસમાં મેળવી શકાય છે.