G20 Summit India: Rishi Sunak પાસે છે કઇ કઇ મોંઘી કાર? જાણો કેટલા કરોડની સંપત્તિના છે માલિક?
G20 Summit: ભારતમાં G20 સમિટ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. દુનિયાભરના રાજનેતાઓએ ભારત પહોંચવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ માટેની તમામ તૈયારીઓ તેના અંતિમ તબક્કામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકની સંપત્તિનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે તે બ્રિટનના સૌથી અમીર ફૂટબોલ ખેલાડી કરતાં લગભગ 10 ગણા વધુ અમીર છે. બ્રિટનના સૌથી અમીર વડાપ્રધાન ગણાતા ઋષિ સુનક આલીશાન બંગલામાં રહે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઋષિ સુનક પાસે ચાર લક્ઝરી હાઉસ છે, જેની કિંમત કરોડોમાં છે. તે તેમના પત્ની અને બાળકો સાથે લંડનમાં રહે છે.
બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકના બે ઘર લંડનમાં છે અને અન્ય બે બંગલા યોર્કશાયર અને લોસ એન્જલસમાં છે.
કોઈપણ બ્રિટિશ વડાપ્રધાનનો કુલ પગાર કરોડોમાં હોય છે પરંતુ વડાપ્રધાન બનતા પહેલા ઋષિ સુનકની આવકનો સ્ત્રોત ચાન્સેલર તરીકે થતી હતી તે કમાણી ગણાવી હતી. ચાન્સેલર તરીકે ઋષિ સુનકને 151649 પાઉન્ડ એટલે કે ભારતીય ચલણમાં 1 કરોડ 44 લાખ રૂપિયાનો પગાર મળ્યો હતો.
ઋષિ સુનક ઈન્ફોસિસ કંપનીના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિના જમાઈ છે. તેની પાસે લક્ઝરી કારનું કલેક્શન પણ છે. તેમની પાસે 1.20 કરોડ રૂપિયાની જગુઆર એક્સજે, રૂ. 1.53 કરોડની લેન્ડ રોવર ડિસ્કવરી કાર છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, લેન્ડ રોવર રેન્જ રોવર સેન્ટીનેલ યુકેના વડાપ્રધાન ઋષિ સુનકની સત્તાવાર કાર છે.
બ્રિટનના વડાપ્રધાન તરીકે નિયુક્ત થયા બાદ ઋષિ સુનકનો પગાર 161,401 પાઉન્ડ છે. ઋષિ સુનકનો ભારતીય રૂપિયામાં પગાર 1.5 કરોડ રૂપિયાથી વધુ છે.
ઋષિ સુનક બ્રિટનના યોર્કશાયરમાં ગ્રેડ-2 લિસ્ટેડ જ્યોર્જિયન હવેલીના માલિક છે. આ હવેલી લગભગ 12 એકર જમીન પર બનેલી છે, જેમાં એક કૃત્રિમ તળાવ પણ છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.