Giorgia Meloni: 15 વર્ષની ઉંમરમાં જૉર્જિયા મેલોનીએ જૉઇન કરી લીધી હતી રાઇટ વિન્ગ પાર્ટી, બેનિતો મુસોલિનીને માનતી હતી સારો નેતા
Giorgia Meloni: ઈટાલીના રોમમાં જન્મેલી જૉર્જિયા મેલોની સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે ભારત પણ આવી ચૂકી છે અને તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સારી મિત્ર માનવામાં આવે છે. જૉર્જિયા મેલોનીને આજે દુનિયામાં કોઈ ઓળખની જરૂર નથી. તે માત્ર ઈટાલીના વડાપ્રધાન જ નથી પરંતુ એક શક્તિશાળી અને ગતિશીલ નેતા પણ માનવામાં આવે છે. જોકે, તેમનું બાળપણ થોડું મુશ્કેલ હતું. જ્યારે તે નાની બાળકી હતી ત્યારે તેના પિતાએ ઘર છોડી દીધું હતું અને તે સ્થિતિમાં તેની માતાએ તેને ઉછેરવી પડી હતી. જાણો જૉર્જિયા મેલોનીના જીવન વિશે ખાસ વાતો....
Download ABP Live App and Watch All Latest Videos
View In App15 વર્ષની ઉંમરે, જૉર્જિયા મેલોની જમણેરી પક્ષ 'ઇટાલિયન સોશિયલ મૂવમેન્ટ' (MSI)માં જોડાઈ.
બેનિટો મુસોલિનીના સમર્થકો દ્વારા રચાયેલા એમએસઆઈનું નામ 1994માં બદલીને નેશનલ એલાયન્સ કરવામાં આવ્યું હતું.
જૉર્જિયા મેલોની બેનિટો મુસોલિનીને સારો નેતા માનતી હતી. તેણી કહેતી હતી કે તેણીએ જે પણ કર્યું તે ઇટાલી માટે કર્યું.
ત્યારબાદ જૉર્જિયા મેલોની નેશનલ એલાયન્સની યૂથ વિન્ગની સભ્ય બની અને 2004માં આ જૂથના પ્રમુખ તરીકે ચૂંટાઇ હતી.
1998માં તે રોમમાં કાઉન્સેલર બની. તે યુદ્ધ પછીના ઈટાલિયન ઈતિહાસમાં સૌથી યુવા મંત્રી પણ બની હતી.
રોમમાં જન્મેલી જૉર્જિયા મેલોની રાજકીય પક્ષ 'બ્રધર્સ ઑફ ઇટાલી'ની સહ-સ્થાપક (2012માં) છે.
47 વર્ષની જૉર્જિયા મેલોની વર્ષ 2022માં ઈટાલીની પીએમ બની હતી. તેઓ ત્યાં પીએમ બનનારી પ્રથમ મહિલા છે.