ક્યાંક આ પુનર્જન્મ તો નથી ? સાત વર્ષના અમેરિકન છોકરાએ કહ્યું 9/11 માં ગુમાવ્યો હતો જીવ, હવે પાછો આવ્યો દુનિયામાં
Rebirth of American Boy: અમેરિકામાં એક 7 વર્ષનો છોકરો કહે છે કે તેને તેનું મૃત્યુ યાદ છે અને આ તેનો પુનર્જન્મ છે. તે બાળપણથી જ અસાધારણ કામો કરતો હતો. અમેરિકામાં એક એવી ઘટના સામે આવી છે જેણે બધાને ચોંકાવી દીધા છે. આ અમેરિકન છોકરો પુનર્જન્મ લઇને આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ 7 વર્ષનો બાળક કહે છે કે તે એક ઉંચી ઈમારતમાં કામ કરતો હતો જ્યાંથી તે સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી જોઈ શકતો હતો.
કેડના માતા-પિતા કહે છે કે તે જન્મ્યો ત્યારથી અસાધારણ વસ્તુઓ કરી રહ્યો છે. તેણે કહ્યું કે તે અઢી મહિનાનો હતો ત્યારથી જ ચાલવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
કેડના માતા-પિતાએ એમ પણ કહ્યું કે તે જ્યારે તે 2 વર્ષનો હતો ત્યારે બોલવાનું શરૂ કર્યું હતું અને ખૂબ જ મુશ્કેલ શબ્દોનો ઉપયોગ કર્યો હતો.
કેડની માતાએ જણાવ્યું કે જ્યારે તે રાત્રે સૂવા જતી ત્યારે કેડ રાત્રે રડવાનું શરૂ કરી દેતો અને બૂમો પાડતો અને ઉંચી બિલ્ડિંગમાં કામ કરવાની આખી ઘટનાનું પુનરાવર્તન કરતો અને તેણે તેની ઓફિસમાંથી સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી જોઈ હતી.
મૌલીએ જણાવ્યું કે જ્યારે તેનો છોકરો મોટો થવા લાગ્યો ત્યારે તેણે તેની માતાને આખી વાત કહી કે તે એક સપનું જુએ છે જેમાં તે એક મોટી ઇમારત પરથી પડીને મૃત્યુ પામે છે.
કેડની માતાએ કહ્યું કે સાચું કહું તો હું વિચારવા લાગી હતી કે તેણે જે બિલ્ડીંગની વાત કરી છે તે વર્લ્ડ ટ્રેડ સેન્ટર છે કે કેમ, પરંતુ તે શક્ય ન હોવાથી મારું મન માનવા તૈયાર નહોતું.
તેના પિતા કહે છે કે અમે અમારા બાળકોને ક્યારેય કંઈ બતાવ્યું નથી. તે આ ઘટનાઓને સમજાવી શકે તેવી કોઈ રીત નથી. તે પ્રિસ્કુલમાં ગયો તે પહેલાની આ ઘટનાઓ વિશે જણાવે છે.