વિશ્વના સૌથી ગરીબ દેશોમાં ભારતનું નામ કયા નંબર પર આવે છે? જાણો વિશ્વનો સૌથી ગરીબ દેશ કયો છે
સુદાનને વિશ્વનો સૌથી ગરીબ દેશ ગણવામાં આવે છે. જીડીપીના હિસાબે અહીંના લોકોની વાર્ષિક આવક માત્ર 455.16 ડોલર એટલે કે 38,196 રૂપિયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લિસ્ટમાં બીજા નંબર પર આફ્રિકન દેશ બુરુન્ડીનું નામ આવે છે. બુરુન્ડી એ પૂર્વ આફ્રિકન દેશ છે, જ્યાં તેના લોકોની વાર્ષિક આવક 915 ડોલર એટલે કે 76,786 છે.
આ યાદીમાં સેન્ટ્રલ આફ્રિકન દેશ રિપબ્લિકનું નામ ત્રીજા સ્થાને આવે છે. આ દેશના લોકો વાર્ષિક 1120 ડોલર એટલે કે 93,996 રૂપિયા કમાય છે.
આ યાદીમાં કોંગો ચોથા સ્થાને છે. અહીં લોકો વાર્ષિક 1,30,099 રૂપિયા કમાય છે. જ્યારે મોઝામ્બિકનું નામ આ યાદીમાં પાંચમા નંબરે આવે છે. અહીંના લોકોની માથાદીઠ વાર્ષિક આવક 1,38,498 રૂપિયા છે.
ભારતની વાત કરીએ તો સૌથી ગરીબ દેશોની યાદીમાં ભારત 46મા નંબરે આવે છે. ભારતની માથાદીઠ આવક 2.28 લાખ રૂપિયા છે.