In Photos: ઈરાનની ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ સ્ટાર હદીસ નજફીની આ તસવીરો નહીં જોઈ હોય
હદીસ નજફી, જે પ્રદર્શનનો મુખ્ય ચહેરો હતો, તેને પોલીસે 6 ગોળીઓ મારી હતી. . હદીસ નજફી ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય ચહેરો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App. પોલીસે તેના પર 6 ગોળીઓ ચલાવી હોવાનું જાણવા મળે છે. પોલીસે હદીસ નજફીના ચહેરા, છાતી અને ગરદન પર ગોળીબાર કર્યો હતો
લોકોએ સોશિયલ મીડિયા પર ઈરાનની મહિલાઓના સમર્થનમાં લખવાનું શરૂ કરી દીધું છે.
છેલ્લા 10 દિવસમાં આ પ્રદર્શનમાં ઓછામાં ઓછા 76 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 700થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે
મહસા અમીનીના મોત બાદ ઈરાનમાં ઉભું થયેલું તોફાન શાંત થવાનું નામ નથી લઈ રહ્યું અને તેની ચિનગારી હવે આરબ દેશોમાં ફેલાઈ રહી છે
ઘણા દેશોની મહિલાઓએ હિજાબ વિરુદ્ધ પોતાનો અવાજ આપવાનું શરૂ કરી દીધું છે. ઈરાક સહિત અનેક દેશોની મહિલાઓ ઈરાની મહિલાઓના સમર્થનમાં સોશિયલ મીડિયા પર લખી રહી છે.
ઈરાનની બહાર લંડન અને પેરિસ જેવા યુરોપિયન શહેરોમાં પણ હિજાબ વિરોધી ચળવળો થઈ રહી છે. પેરિસમાં હજારો મહિલાઓ અને પુરૂષો વિરોધ કરવા અને ઈરાની લોકો માટે તેમનો ટેકો વ્યક્ત કરવા માટે રસ્તા પર ઉતરી રહ્યા છે.
લોકોએ ઈરાની દૂતાવાસની બહાર 'નૈતિકતા પોલીસ'નો વિરોધ કર્યો. પેરિસ ઉપરાંત લંડનમાં પણ આવા જ પ્રદર્શનો થઈ રહ્યા છે. કેનેડામાં પણ કેટલીક જગ્યાએ આંદોલનો થયા છે.
તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ