Navratri 2022: અમેરિકાના કેન્સાસમાં દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક ફાલ્ગુની પાઠકના તાલે ગરબે ઘૂમ્યા ગુજરાતીઓ, જુઓ તસવીરો
વિશ્વ વિખ્યાત ભારતીય ગાયિકા ફાલુગ્ની પાઠક દ્વારા રજૂ કરવામાં આવેલ શો સુપરહિટ બન્યો હતો. મોટી સંખ્યામાં ગરબા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમુદાય જોવા મળ્યો હતો અને ફાલ્ગુની પાઠકના ગરબાના તાલે ઝૂમ્યા હતા.
કેન્સાસ સિટીના ગુજરાતી સમાજના પ્રમુખ દેવ ભરવાડે જણાવ્યું હતું કે આ કાર્યક્રમને માનનીય સેનેટર રોજર માર્શલ, એટર્ની જનરલ ડેરેક શ્મિટ અને કેટી સોયર દ્વારા બિરદાવવામાં આવ્યો હતો.
સેનેટર માર્શલે તેમના વક્તવ્યમાં પ્રમુખ દેવ ભરવાડ અને કેન્સાસ સિટીના ગુજરાતી સમાજની ટીમ દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમના અદભૂત આયોજનની ખુબ પ્રશંસા કરી હતી.
. સેનેટર માર્શલ આ કાર્યક્રમમાં ભીડની આભા અને ઉત્સાહથી એટલા બધા મંત્રમુગ્ધ થઈ ગયા હતા કે તેમણે સૌકોઈ ખેલૈયાઓ અને GSKCના પ્રમુખ સાથે ભારતીય પરંપરાગત અને ખાસ કરીને ગુજરાતી ગરબા રમવાથી રોકી શક્યા ન હતા.
જીએસકેસીના પ્રમુખ દેવ ભરવાડે માહિતી આપી હતી કે છેલ્લા 23 વર્ષમાં પ્રથમ વખત આટલા મોટા પાયા ના ગરબા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની અન્ય મુખ્ય વિશેષતા એ હતી કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વીડિયો સંદેશ ગુજરાત થી મોકલવામાં આવેલ જે કાર્યક્રમ દરમિયાન દર્શાવવામાં આવેલ હતો.
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ યુએસએના કેન્સાસ શહેરમાં આવા અદ્ભુત ગરબા નાઇટ કાર્યક્રમનું આયોજન કરવા બદલ કેન્સાસ સિટીના ગુજરાતી સમાજની પ્રશંસા પત્ર સંદેશ દ્વારા કરી હતી.
દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક સાથે સેનેટર રોજર માર્શલ.