Papua New Guinea PM James Marape: પાપુઆ ન્યુ ગિનીમાં પીએમ મોદીને પગે લાગનાર જેમ્સ મારાપે કોણ છે ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા હતા. ત્યાં પીએમ જેમ્સ મારાપેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કરીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું. જેમ્સ મારાપે 2019 થી પાપુઆ ન્યુ ગિનીના વડા પ્રધાન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેમ્સ મારાપે પંગુ પાર્ટી રાજકીય પક્ષ સાથે સંબંધ ધરાવે છે. PM મોદીની પાપુઆ ન્યુ ગિનીની મુલાકાત કોઈપણ ભારતીય વડાપ્રધાન દ્વારા પેસિફિક ટાપુ દેશની પ્રથમ મુલાકાત છે.
જેમ્સ મારાપે વર્ષ 1993માં પાપુઆ ન્યુ ગિની યુનિવર્સિટીમાંથી આર્ટ્સમાં સ્નાતક થયા.
જેમ્સ મારાપે પર્યાવરણ વિજ્ઞાન અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી પણ ધરાવે છે.
જેમ્સ મારાપેએ વર્ષ 2019માં પીપલ્સ નેશનલ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. આ પછી તે પંગુ પાર્ટીમાં જોડાયા.
જેમ્સ મારાપે પાપુઆ ન્યુ ગિનીના 8મા વડાપ્રધાન છે અને અગાઉની સરકારોમાં પણ કેબિનેટ હોદ્દા પર રહી ચૂક્યા છે.
જેમ્સ મારાપે 52 વર્ષના છે. અહેવાલો અનુસાર, પીએમ મોદીના ચરણ સ્પર્શ સિવાય તેમણે વિશ્વના અન્ય કોઈ નેતા માટે આવું કર્યું નથી.
પીએમ મોદી સાથે હસ્ત ધનૂન કરતાં જેમ્સ મારાપે.