Iran Helicopter Crash: હેલિકૉપ્ટર દૂર્ઘટનામાં મોતને ભેટ્યા ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસી, સામે આવ્યો પહેલો સબૂત
Iran Helicopter Crash: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીને અત્યારના સમયમાં ઈસ્લામિક રિપબ્લિકના રાજકીય માળખામાં તેના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ ખામેની પછી બીજા સૌથી શક્તિશાળી નેતા તરીકે જોવામાં આવે છે. હેલિકૉપ્ટર દૂર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસી અને તેના વિદેશ મંત્રી હોસૈન અમીર-અબ્દોલ્લાહિયન સહિત નવ લોકોના મોત થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોમવારે (20 મે, 2024) સવારે ઈરાનના રાષ્ટ્રપતિના મૃત્યુનો ભય ત્યારે ઉભો થયો જ્યારે ત્યાંની મીડિયા એજન્સીઓએ ક્રેશ સ્થળ (જ્યાં હેલિકોપ્ટર દૂર્ઘટના થઈ હતી) પરથી 'કોઈ પણ જીવિત મળ્યું નથી' એવો અહેવાલ આપ્યો હતો.
અમે કાટમાળ જોઈ શકીએ છીએ અને આ ક્ષણે પરિસ્થિતિ સારી દેખાતી નથી, ઈરાનના રેડ ક્રેસન્ટના વડાએ સ્ટેટ ટીવીને કહ્યું, જેમ કે ક્રેશ સ્થળની ઓળખ થઈ ગઈ છે, ત્યાં કોઈ જીવિત હોવાના કોઈ સંકેત નથી.
રેડ ક્રેસન્ટ દ્વારા હેલિકૉપ્ટરના કાટમાળ સાથે સંબંધિત કેટલાક ફોટા અને વીડિયો પણ જાહેર કરવામાં આવ્યા હતા, જે ડ્રૉન દ્વારા લેવામાં આવ્યા હતા.
ક્રેશ સાઇટના ફોટા અને વીડિયોમાં ગીચ ડુંગરાળ વિસ્તારની વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ સહિત નવ લોકોને લઈ જતા હેલિકૉપ્ટરનો કાટમાળ જોવા મળ્યો હતો.
ઈરાનની સરકારી મીડિયા FARS ન્યૂઝ એજન્સી અને પ્રેસ ટીવી દ્વારા પ્રસારિત કરાયેલા ક્રેશ સાઈટના ફૂટેજમાં હેલિકૉપ્ટરની વાદળી અને સફેદ પૂંછડી ઉપરાંત થોડીક બાકી રહેતી એક ઢોળાવવાળી, જંગલવાળી ટેકરી પર જોવા મળે છે.
જો કે, સમાચાર લખાય છે ત્યાં સુધી, ઈરાન તરફથી કોઈના મૃત્યુની પુષ્ટિ થઈ નથી. જોકે, સમાચાર એજન્સી 'રૉયટર્સ'એ નામ જાહેર ન કરવાની શરતે ઈરાનના એક અધિકારીને ટાંકીને કહ્યું કે એવું માનવામાં આવે છે કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં તમામ નવ લોકોના મોત થયા છે.
સમાચાર એજન્સી 'CNN'ના સૈન્ય વિશ્લેષક સેડ્રિક લેઈટનના જણાવ્યા અનુસાર, એવી સંભાવના છે કે ઈરાનના રાષ્ટ્રપતિ બેલ 212 હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહ્યા હતા. આ હેલિકોપ્ટર 1960 ના દાયકાના અંતમાં ઈરાની વાયુસેના દ્વારા કાર્યરત કરવામાં આવ્યું હતું.