Iron Dome Missile System: પહેલા હમાસ અને હવે ઇરાન, જાણો કઇ રીતે દુશ્મનની મિસાઇલને હવામાં ખાત્મો કરે છે ઇઝરાયેલની 'આયરન ડૉમ', કેટલી છે કિંમત
Iron Dome Cost: આયર્ન ડૉમ એ ઇઝરાયેલના સૌથી શક્તિશાળી હથિયારોમાંનું એક, તેને તેના દુશ્મનોથી બચાવવા માટે કામ કરે છે. આ મિસાઈલ સિસ્ટમે ઘણી મિસાઈલોને હવામાં જ નષ્ટ કરી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે મધ્ય પૂર્વમાં અશાંતિ છે. ઈરાને રવિવારે (14 એપ્રિલ)ના રોજ ઈઝરાયેલ પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો. પરંતુ આ હુમલામાં ઈઝરાયેલે એક લેસમાત્ર પણ નુકસાન ન હતું થયું.
બધાને એ વાતથી આશ્ચર્ય થાય છે કે જ્યારે ઈઝરાયેલ પર 300થી વધુ ડ્રોન અને મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો ત્યારે તેને ક્યાંક ને ક્યાંક નુકસાન વેઠવું પડ્યું હતું. જોકે, એવું બિલકુલ ન થયું, કારણ કે ઈઝરાયેલની સુરક્ષા પાસે 'આયર્ન ડૉમ' નામનું હથિયાર હતું.
આયર્ન ડૉમે 99 ટકા ઈરાની ડ્રોન અને મિસાઈલોને હવામાં નષ્ટ કરી દીધી. આયર્ન ડૉમને ઈઝરાયેલનું 'સુરક્ષા કવચ' કહેવામાં આવે છે. તેણે માત્ર ઈરાનથી ઈઝરાયલને બચાવ્યું છે એટલું જ નહીં, આ હથિયાર 7 ઓક્ટોબરે હમાસના હુમલા સામે પણ અસરકારક સાબિત થયું છે.
આયર્ન ડૉમની સંપૂર્ણ સિસ્ટમ સ્થાપિત કરવા માટે $100 મિલિયન (રૂ. 830 કરોડ)નો ખર્ચ થાય છે. ઈઝરાયેલ પાસે 10 આયર્ન ડૉમ સિસ્ટમ છે, જેની કિંમત અંદાજે 8300 કરોડ રૂપિયા છે. તેમાં લગાવવામાં આવેલી એક ઈન્ટરસેપ્ટર મિસાઈલની કિંમત 35 થી 40 લાખ રૂપિયા છે.
'સેન્ટર ઓફ સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝ' અનુસાર, આયર્ન ડૉમના સંપૂર્ણ સેટમાં ત્રણ વસ્તુઓનો સમાવેશ થાય છે. તેમાં રડાર સિસ્ટમ યુનિટ, કંટ્રોલ સેન્ટર અને મિસાઈલ ફાયરિંગ યુનિટ સામેલ છે. રડાર ખતરાને શોધી કાઢે છે અને પછી કંટ્રોલ સેન્ટરના સિગ્નલ પર તેને ખતમ કરવા માટે મિસાઈલ છોડવામાં આવે છે.
આયર્ન ડૉમ માત્ર 70 કિમીના અંતરે શોર્ટ રેન્જના રોકેટને નષ્ટ કરી શકે છે. ઇઝરાયેલે નાગરિકો અને નિર્ણાયક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા માટે દેશભરમાં ઓછામાં ઓછી 10 સિસ્ટમો તૈનાત કરી છે, દરેક લગભગ 60 ચોરસ માઇલ જમીનનું રક્ષણ કરે છે.
'સેન્ટર ઓફ સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝ' અનુસાર, મિસાઈલ ફાયરિંગ યૂનિટમાં ત્રણથી ચાર લૉન્ચર છે. દરેક લોન્ચરમાં 20 ઇન્ટરસેપ્ટર મિસાઇલો હોય છે. આયર્ન ડૉમ બનાવનારી કંપની રેથિયોને ભલે કહ્યું કે ઇઝરાયેલ પાસે 10 સિસ્ટમ છે, પરંતુ એવું કહેવાય છે કે તેની પાસે તેનાથી વધુ છે.