GK Story: દુનિયાના આ દેશમાં 500 વર્ષ બાદ તમામ લોકોની 'અટક' એક થઇ જશે, ચોંકાવનારુ છે કારણ
Japan General Knowledge: આપણા દેશમાં વિવિધ જાતિ અને ધર્મના લોકો વસે છે. અટકના ઘણા પ્રકાર છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક એવો દેશ છે જ્યાં આગામી 500 વર્ષમાં તમામ લોકોની અટક એક જેવી હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશું તમે એવા દેશ વિશે જાણો છો જ્યાં આવતા 500 વર્ષમાં ત્યાં રહેતા તમામ નાગરિકોની અટક એક સરખી હશે? અમે આવું નથી કહી રહ્યા, પરંતુ એક સંશોધનમાં આ વાત સામે આવી છે.
વાસ્તવમાં આપણે જાપાનની વાત કરી રહ્યા છીએ. જાપાનમાં એક સંશોધનમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 500 વર્ષ પછી એટલે કે 2531માં તમામ જાપાનીઓની સરનેમ એક જ હશે.
જાપાનની તોહોકુ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી પ્રોફેસર હિરોશી યોશિદાની ગણતરી મુજબ આવનારા સમયમાં જાપાનના તમામ લોકોની અટક સૈટો હશે.
2023માં જાપાનની 1.529 ટકા વસ્તી સૈટો અટક ધરાવશે. તમને જણાવી દઈએ કે આ દેશની સૌથી સામાન્ય અટક છે.
અહેવાલ મુજબ, જાપાનમાં સૈટો અટકનો વાર્ષિક વૃદ્ધિ દર 1.0083 ટકા છે. આવી સ્થિતિમાં, વર્ષ 2446 સુધીમાં, અડધા વસ્તીની અટક સૈટો હશે.
તમને જણાવી દઈએ કે તેની પાછળનું કારણ જાપાનનો કાયદો છે જેના હેઠળ તમામ પરિણીત યુગલોને સરનેમ રાખવાની હોય છે. જોકે જાપાનના ઘણા લોકો તેનો વિરોધ પણ કરે છે.