PM Modi US Visit Photo: વ્હાઈટ હાઉસમાં PM મોદીનું ભવ્ય સ્વાગત, તસવીરોમાં જુઓ નજારો
PM Modi US Visit Photo: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમેરિકાની મુલાકાતના ભાગરૂપે વ્હાઈટ હાઉસ આવી પહોંચ્યા હતાં. અહીં તેમનું પ્રમુખ જો બાઈડેન અને તેમના પત્ની જીલ બાઈડને આવકાર્યા હતાં. આ દરમિયાન વ્હાઇટ હાઉસમાં પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત-અમેરિકા વ્યૂહાત્મક સંબંધોને વધુ વેગ આપવા માટે આજે વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકી પ્રમુખ જો બાઈડેન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. 1967ની આઉટર સ્પેસ ટ્રીટી પર આધારિત આર્ટેમિસ સંધિ, નાગરિક અવકાશ સંશોધનને માર્ગદર્શન આપવા માટે રચાયેલ બિન-બંધનકારી સિદ્ધાંતોનો સમૂહ છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારતીય સમુદાયના લોકો તેમની મહેનત અને સમર્પણથી અમેરિકામાં ભારતની પ્રતિષ્ઠા વધારી રહ્યા છે. તમે અમારા સંબંધની સાચી તાકાત છો. મને આ સન્માન આપવા બદલ હું રાષ્ટ્રપતિ બિડેન અને ડૉ. જીલ બિડેનનો આભાર માનું છું.
પીએમ મોદીએ વ્હાઇટ હાઉસમાં ભવ્ય સ્વાગત માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનનો આભાર માન્યો. તેમણે કહ્યું કે આ સન્માન ભારતના 140 કરોડ લોકોનું સન્માન છે. અમેરિકામાં રહેતા 40 લાખ ભારતીયો માટે પણ આ સન્માનની વાત છે. હું આ માટે બિડેનનો હૃદયપૂર્વક આભાર માનું છું.
વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ બાઇડને વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ડિનરનું આયોજન કર્યું હતું. ડિનરમાં રાષ્ટ્રપતિની મનપસંદ વાનગીઓ, આઈસ્ક્રીમ અને પાસ્તા પણ સામેલ હતા. આ દરમિયાન અમેરિકન સુરક્ષા સલાહકાર જેક સુલ્વિયન અને ભારતીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ સામેલ થયા હતા.
પીએમ નરેન્દ્ર મોદીએ અમેરિકન ફર્સ્ટ લેડી જિલ બાઇડનને 7.5 કેરેટનો ગ્રીન ડાયમંડ ભેટમાં આપ્યો છે.
PM નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ જો બાઇડનને કેટલીક વસ્તુઓ ગિફ્ટમાં આપી હતી. તેમણે પંજાબમાંથી ઘી, રાજસ્થાનમાં હાથથી બનાવવામાં આવેલો 24 કેરેટના હોલમાર્કવાળો સોનાનો સિક્કો, 99.5 ટકા કેરેટનો ચાંદીનો સિક્કો, મહારાષ્ટ્રનો ગોળ, ઉત્તરાખંડના ચોખા, તમિલનાડુના તલ, કર્ણાટકના મૈસૂરમાંથી ચંદનનો ટુકડો, પશ્ચિમ બંગાળમાંથી કારીગરો દ્ધારા બનાવવામાં આવેલ ચાંદીનું નારિયેળ, ગુજરાતનું મીઠું, ભગવાન ગણેશની મૂર્તિ સાથે દીવો ગિફ્ટમાં આપ્યો હતો.
પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતુ કે, કોવિડ પછીના યુગમાં વિશ્વ વ્યવસ્થા નવો આકાર લઈ રહી છે. આ સમયગાળા દરમિયાન ભારત અને અમેરિકાની મિત્રતા સમગ્ર વિશ્વની તાકાત વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે.