Malawi: જે મલાવી દેશના ઉપરાષ્ટ્રપતિનું પ્લેન થઇ ગયુ ગાયબ, ત્યાં કેટલા ભારતીય, હિન્દુ અને મુસલમાન ? જાણો
Malawi Facts: મલાવીના રાષ્ટ્રપતિ કાર્યાલય અનુસાર, સંરક્ષણ દળના વિમાને રાજધાની લિલોંગવેથી ઉડાન ભરી હતી, ત્યારબાદ તે રડારથી ગાયબ થઈ ગયું હતું. વિમાનમાં વાઇસ પ્રેસિડેન્ટ સાઉલૉસ ચિલિમા અને 9 લોકો સવાર હતા. મલાવી, આફ્રિકા અંતર્ગત આવતો દેશ છે, અને હાલમાં હેડલાઇન્સમાં છે. જાણો ત્યાં કેટલા ભારતીયો, હિન્દુઓ અને મુસ્લિમો રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમલાવી આફ્રિકાના દક્ષિણ-પૂર્વ ભાગમાં છે. તે મૈત્રીપૂર્ણ લોકો માટે જાણીતું છે. સૌથી અગત્યનું, તે તેના અસાધારણ મીઠા પાણીના સરોવર (લેક મલાવી) માટે જાણીતા છે.
તેની ગણતરી વિશ્વના સૌથી ગરીબ દેશોમાં થાય છે. માનવ વિકાસ સૂચકાંકમાં સૂચિબદ્ધ 189 દેશોની યાદીમાં તેનો ક્રમ 174મો છે. ત્યાંની 70 ટકા વસ્તી ચેવા ભાષા બોલે છે.
સરકારી આંકડાઓ અનુસાર, એવો અંદાજ છે કે ત્યાં લગભગ 8500 ભારતીય મૂળના લોકો છે. તેઓ મુખ્યત્વે ગુજરાતમાંથી સ્થળાંતર કરીને લિલોંગવે, બ્લેન્ટાયર, ઝોમ્બા અને મઝુઝુ જેવા શહેરોમાં રહે છે.
મલાવીમાં હિંદુ, બહાઈ અને સ્વદેશી ધર્મના અનુયાયીઓ છે. પ્રોટેસ્ટન્ટ, કૅથલિક, પેન્ટેકોસ્ટલ્સ, યહોવાહના સાક્ષીઓ અને ઇસ્લામિક સહાય સંસ્થાઓ સહિત વિદેશી મિશનરી જૂથો પણ છે.
મલાવી એક ખ્રિસ્તી બહુમતી દેશ છે, જ્યાં મોટી મુસ્લિમ લઘુમતી છે. સરકારી સર્વે અનુસાર, દેશની 87% વસ્તી ખ્રિસ્તી છે, જ્યારે લઘુમતી 11.6% (મુસ્લિમ) છે.
6 જુલાઈ, 1964ના રોજ આઝાદી મેળવનાર મલાવીને અગાઉ ન્યાસાલેન્ડ તરીકે ઓળખવામાં આવતું હતું. ત્યાંની રાજધાની લિલોંગવે છે અને ચલણ મલાઈ ક્વાચા (MWK) છે.
18 મિલિયનથી વધુની વસ્તી ધરાવતું માલાવી આફ્રિકાનું મુખ્ય પ્રવાસન સ્થળ નથી પરંતુ તે કોઈ રત્નથી ઓછું નથી. તે આફ્રિકાના ગરમ હૃદય તરીકે ઓળખાય છે.