બાળકો પેદા ન કરવા ગૈર ઇસ્લામિક? આ દેશના મુસ્લિમોમાં શરૂ થઇ ચર્ચા, જાણો વિવાદ
Islamic Couples choose not to do children: મલેશિયામાં એવા લોકોની સંખ્યા વધી રહી છે જેઓ લગ્ન પછી બાળકો પેદા કરવા માંગતા નથી. જેના કારણે મલેશિયામાં બાળકો ન હોય તેવા યુગલોની સંખ્યામાં વધારો થતા મલય સમુદાયમાં ચર્ચા ઉઠી છે. મલેશિયામાં લગ્ન બાદ સંતાન પેદા ન કરનારા લોકોની સંખ્યા વધી રહી છે, જેને લઈને મલય સમુદાયમાં ચર્ચા ઉઠી છે. મલેશિયાના લોકોમાં આવી લાગણીઓમાં ધાર્મિક પ્રભાવ દર્શાવે છે. આ દિવસોમાં દેશમાં મલય-ભાષી આ પ્રકારના લગ્નને લઇને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચર્ચા શરૂ કરી છે. જેમાં પરિણીત કપલ્સ જાણીજોઈને સંતાનને જન્મ ન આપવાનો વિકલ્પ પસંદ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે પરિણીત કપલ્સે સંતાન વિનાનું જીવન જીવવા વિશે તેમના મંતવ્યો શેર કર્યા ત્યારે આ વિષય ચર્ચામાં ફેરવાઈ ગયો હતો. દેશના ધાર્મિક અધિકારીઓ અને મંત્રીઓ પણ ચર્ચામાં જોડાયા હતા. મલેશિયાના ધાર્મિક બાબતોના મંત્રી નઈમ મુખ્તારનો દાવો છે કે સંતાન પેદા ન કરવા ઈસ્લામની વિરુદ્ધ છે. તેમણે કુરાનની આયતો પણ ટાંકી અને પરિવારમાં બાળકોના મહત્વ વિશે વાત કરી હતી.
નઈમ મુખ્તારનું કહેવું છે કે બાળક ન હોવું એ ઈસ્લામના શિક્ષણની વિરુદ્ધ છે. આવું કરવું પયગંબર મોહમ્મદની સુન્નત વિરુદ્ધ છે. પયગંબર મોહમ્મદે સંતાન પેદા કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને જવાબદારીથી બચવા માટે બાળક પેદા ન કરવાને મકરૂહ માનવામાં આવે છે. જ્યારે મલેશિયાની 'ફેડરલ ટેરિટરી મુફ્તી ઑફિસ'નું કહેવું છે કે સ્વાસ્થ્યના કારણોસર બાળક ન હોવું સંપૂર્ણપણે માન્ય છે પરંતુ ઈસ્લામમાં કોઈપણ કારણ વગર આવું કરવાનું પ્રોત્સાહન આપવામાં આવતું નથી.
દરમિયાન મહિલા, પરિવાર અને સામુદાયિક વિકાસ મંત્રી નેન્સી શક્રીએ બાળકોને જન્મ ન આપવાનું પસંદ કર્યું હતું. તેમનું કહેવું છે કે સરકાર એવા પરિણીત કપલ્સને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે જેઓ સંતાન ઈચ્છે છે પરંતુ વંધ્યત્વથી પરેશાન છે. મલેશિયાની બે તૃતીયાંશ વસ્તી મુસ્લિમ છે, પરંતુ સરકારી અધિકારીઓ અને ધાર્મિક અધિકારીઓના આ પ્રતિભાવો સ્પષ્ટપણે દર્શાવે છે કે મલેશિયામાં આ મુદ્દો કેટલો ખાસ છે.
મલય ભાષાના લોકોમાં આ ચર્ચાને ત્રણ મુખ્ય ભાગોમાં વિભાજિત કરી શકાય છે, જેમાં આર્થિક અને મનોવૈજ્ઞાનિક કારણોસર સંતાન પેદા ન કરનારા સમર્થકો, માત્ર અમુક શરતો હેઠળ જ સંતાન ન કરવાના નિર્ણયને સ્વીકારનારા સંદર્ભવાદીઓ અને ધાર્મિક વ્યાખ્યા પર આધારિત લોકો જે સંતાન પેદા ન કરવાનો વિરોધ કરી રહ્યા છે.
મલય ભાષાના લોકોની સોશિયલ મીડિયામાં ચાલી રહેલી મોટાભાગની ચર્ચાઓ ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. તેથી આમાં ધર્મ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સ્થાનિક વિદ્વાનો અને ધાર્મિક અધિકારીઓએ કપલ્સને બાળકો ન રાખવાના વલણને બિન-ઇસ્લામિક ગણાવ્યું છે. તેમનું માનવું છે કે ઇસ્લામ કપલ્સને સંતાન પ્રાપ્તિ માટે લગ્ન કરવા પ્રોત્સાહિત કરે છે.
શું બાળકો પેદા ન કરવા એ ગૈર-ઇસ્લામિક છે? આ પ્રશ્ન મલેશિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. દેશમાં ધાર્મિક પુસ્તકોની માંગ પણ વધી રહી છે. આટલું જ નહીં યુવાનો Instagram અને TikTok પર ધાર્મિક ઇન્ફ્લુએન્સર બની રહ્યા છે, જેઓ કહી રહ્યા છે કે મલય સમાજમાં ચર્ચાતા સામાજિક મુદ્દાઓને માત્ર ધાર્મિક સંદર્ભમાં જ રાખવા જોઈએ.